શોધખોળ કરો

Winter Session of Parliament: સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ, કૃષિ કાયદાઓ પરત લેવા સંબંધિત બિલ રજૂ કરશે સરકાર

આજથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થવા જઇ રહ્યું છે. કેન્દ્ર સરકાર તરફથી વિવાદીત કૃષિ કાયદાઓને પરત લેવા અંગેનું બિલ આજે રજૂ કરવામાં આવી શકે છે

Parliament Winter Session: આજથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થવા જઇ રહ્યું છે. કેન્દ્ર સરકાર તરફથી વિવાદીત કૃષિ કાયદાઓને પરત લેવા અંગેનું બિલ આજે રજૂ કરવામાં આવી શકે છે. તે સિવાય પેગાસસ જાસૂસી વિવાદ, મોંઘવારી, બેરોજગારી અને ચીન દ્ધારા ભારતની જમીન પચાવી પાડવા સહિતના મુદ્દા પર વિરોધ પક્ષ સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. સૂત્રોએ કહ્યું કે સંસદના શિયાળુ સત્રના પ્રથમ દિવસ લોકસભા તરફથી કૃષિ કાયદાઓ પરત લેવા અંગેનું બિલ પાસ કર્યા બાદ સોમવારે જ રાજ્યસભામાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બિલને લોકસભામાં પાસ કર્યા બાદ તેને રાજ્યસભામાં લાવવામાં આવશે. બિલ એ ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવા અંગેના છે જેના વિરુદ્ધ ખેડૂતો એક વર્ષથી વધુ સમયથી આંદોલન કરી રહ્યા છે.

બિલનો ઉદ્દેશ્ય અને કારણોમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે આપણે આઝાદીનું 75મું વર્ષ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે તો સમયની જરૂર છે કે તમામ સમાવેશી પ્રગતિ અને વિકાસના રસ્તા પર સાથે લેવામાં આવે. જેને ધ્યાનમાં રાખીને કૃષિ કાયદાઓને રદ કરવાનો પ્રસ્તાવ છે.

સંસદનું આ સત્ર 23 ડિસેમ્બર સુધી ચાલશે. સરકાર આ દરમિયાન 26 બિલ રજૂ કરશે. કૃષિ કાયદાઓ પરત લેવા અંગેના બિલ સિવાય ક્રિપ્ટોકરન્સી પર રેગ્યુલેશનને લઇને બિલ રજૂ કરાશે. આ બિલ કેટલાક ખાનગી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધને લઇને અને આરબીઆઇની ડિઝિટલ કરન્સીને મંજૂરી આપવા સંબંધિત છે.

નોંધનીય છે કે રવિવારે સરકાર તરફથી સર્વદળીય બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં સરકાર તરફથી વિપક્ષી દળોને વિશ્વાસ અપાવ્યો હતો કે તે વિપક્ષના સકારાત્મક ભલામણો પર વિચાર કરવા તૈયાર છે. આ બેઠકમાં વડાપ્રધાન મોદી પહોંચ્યા નહોતા. આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે બેઠકનો બહિષ્કાર કર્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

UCC મુદ્દે ગુજરાત સરકારે કરી કમિટીની રચના, 45 દિવસમાં રાજ્ય સરકારને સોંપશે રિપોર્ટ

સિનિયર IPS અભય ચુડાસમાએ  તેમના પદ પરથી  આપ્યું  રાજીનામું, આ ક્ષેત્રે સેવા આપે તેવા સંકેત

Mahakumbh: મહાકુંભમાં વધુ એક દુર્ઘટના, હિલિયમ ગેસથી ભરેલું એર બલૂન ફાટ્યું, 6 દાઝ્યાં, એકની હાલત ગંભીર

પાટણના ચાણસ્મામાંથી ઝડપાયેલ જુગારધામમાં ભાજપ-કોંગ્રેસ નેતાની મુખ્ય ભૂમિકા, બંન્ને આરોપી ફરાર

ABP Premium

વિડિઓઝ

Patan:  ઘી તેલ બાદ ઝડપાયો શંકાસ્પદ પનીરનો 10 કિલોનો જથ્થો જપ્ત, સેમ્પલ મોકલાયા પરિક્ષણ માટેAbhay Chudasma: IPS અભય ચુડાસમાએ આપ્યુ રાજીનામું, શું હવે કરશે રાજકારણમાં એન્ટ્રી?Ahmedabad: ગુલબાઈ ટેકરા વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારો, જુઓ બબાલના દ્રશ્યો| Gulbai tekara NewsMLA Karsan Solanki Died:ભાજપના MLA કરસન સોલંકી હાર્યા બ્લડ કેન્સર સામેનો જંગ| Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UCC મુદ્દે ગુજરાત સરકારે કરી કમિટીની રચના, 45 દિવસમાં રાજ્ય સરકારને સોંપશે રિપોર્ટ
UCC મુદ્દે ગુજરાત સરકારે કરી કમિટીની રચના, 45 દિવસમાં રાજ્ય સરકારને સોંપશે રિપોર્ટ
સિનિયર IPS અભય ચુડાસમાએ  તેમના પદ પરથી  આપ્યું  રાજીનામું, આ ક્ષેત્રે સેવા આપે તેવા સંકેત
સિનિયર IPS અભય ચુડાસમાએ  તેમના પદ પરથી  આપ્યું રાજીનામું, આ ક્ષેત્રે સેવા આપે તેવા સંકેત
Mahakumbh: મહાકુંભમાં વધુ એક દુર્ઘટના, હિલિયમ ગેસથી ભરેલું એર બલૂન ફાટ્યું, 6 દાઝ્યાં, એકની હાલત ગંભીર
Mahakumbh: મહાકુંભમાં વધુ એક દુર્ઘટના, હિલિયમ ગેસથી ભરેલું એર બલૂન ફાટ્યું, 6 દાઝ્યાં, એકની હાલત ગંભીર
પાટણના ચાણસ્મામાંથી ઝડપાયેલ જુગારધામમાં ભાજપ-કોંગ્રેસ નેતાની મુખ્ય ભૂમિકા, બંન્ને આરોપી ફરાર
પાટણના ચાણસ્મામાંથી ઝડપાયેલ જુગારધામમાં ભાજપ-કોંગ્રેસ નેતાની મુખ્ય ભૂમિકા, બંન્ને આરોપી ફરાર
કડીના ભાજપના ધારાસભ્ય કરશન પટેલનું નિધન, સાદગીપૂર્ણ જીવન માટે બન્યાં પ્રેરણાસ્ત્રોત, બસમાં કરતા મુસાફરી

અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં મોડી રાત્રે પોલીસ પર પથ્થરમારો, ડીજે બંધ કરાવવા ગઇ હતી પોલીસ

Indians: ડોનાલ્ડ ટ્રમ્પની ભારત વિરુદ્ધ મોટી કાર્યવાહી, 'ગેરકાયદેસર પ્રવાસીઓ'થી ભરેલી પ્રથમ ફ્લાઇટ ભારત રવાના

'ઘરેલુ હિંસામાં સગાસંબંધીઓને સંડોવવા કાયદાનો દુરુપયોગ', નણંદ વિરુદ્ધ કેસ પર અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી

Embed widget