સુંદર છોકરી જોઈને પુરૂષ ભાન ભૂલે છે: બળાત્કાર પર કોંગ્રેસ MLA નો બફાટ, રાજકારણ ગરમાયું
મધ્યપ્રદેશમાં રાજકીય ભૂકંપ: ફૂલ સિંહ બારૈયાએ બળાત્કાર અને તીર્થયાત્રાને જોડીને આપ્યું શરમજનક નિવેદન; માફી માંગવાનો કર્યો ઇનકાર, ભાજપે રાહુલ ગાંધીને લીધા આડા હાથે.

Phool Singh Baraiya Statement: મધ્યપ્રદેશના રાજકારણ (Madhya Pradesh Politics) માં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય (Congress MLA) ફૂલ સિંહ બારૈયાએ મહિલાઓ અંગે કરેલા અત્યંત વિવાદાસ્પદ નિવેદન (Controversial Statement) ને કારણે હોબાળો મચી ગયો છે. બારૈયાએ સુંદરતા, બળાત્કાર અને જાતિ વિશે જે ટિપ્પણી કરી છે, તેનાથી ભાજપ લાલઘૂમ થઈ ગયું છે અને તેમના રાજીનામાની માંગ કરી રહ્યું છે.
શું છે વિવાદાસ્પદ નિવેદન?
અહેવાલો મુજબ, ફૂલ સિંહ બારૈયાએ એક નિવેદનમાં કહ્યું હતું કે, "જો કોઈ વ્યક્તિ સુંદર છોકરીને જુએ છે, તો તે પોતાનું માનસિક સંતુલન ગુમાવી શકે છે, અને તેના કારણે બળાત્કાર જેવી ઘટનાઓ બને છે." પરંતુ વાત અહીં પૂરી નથી થતી. તેમણે આગળ અત્યંત આઘાતજનક તર્ક રજૂ કરતા કહ્યું કે, "4 વર્ષની બાળકી પર બળાત્કાર કેમ થાય છે? ધાર્મિક ગ્રંથોમાં એવું કહેવામાં આવ્યું છે કે અમુક જાતિની મહિલાઓ સાથે સંબંધ બાંધવાથી તીર્થયાત્રાનું ફળ મળે છે. ગુનેગારો આવી અંધશ્રદ્ધા રાખીને પુણ્ય કમાવવાના ચક્કરમાં SC, ST અને OBC સમાજની દીકરીઓને નિશાન બનાવે છે." તેમણે એવો પણ સવાલ ઉઠાવ્યો કે શું આદિવાસી મહિલાઓ સૌથી સુંદર હોય છે?
માફી માંગવાનો સ્પષ્ટ ઇનકાર
આટલું ગંભીર નિવેદન આપ્યા બાદ જ્યારે ઈન્દોર એરપોર્ટ પર મીડિયાએ તેમને ઘેર્યા, ત્યારે તેમણે સવાલોના જવાબ આપવાનું ટાળ્યું હતું. જોકે, તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, "હું મારા નિવેદન માટે માફી નહીં માંગું. હું મહિલાઓનું સન્માન કરું છું." તેમણે બચાવ કરતા કહ્યું કે રાહુલ ગાંધી (Rahul Gandhi) કે કોંગ્રેસ પાર્ટીને તેમના આ વ્યક્તિગત વિચાર સાથે કોઈ લેવાદેવા નથી.
कांग्रेस विधायक फूल सिंह बरैया समाज में जहर घोलने का काम रहे हैं, राहुल गांधी को उनके खिलाफ एक्शन लेना चाहिए...#महिला_विरोधी_कांग्रेस pic.twitter.com/6dAms17nmQ
— Dr Mohan Yadav (@DrMohanYadav51) January 17, 2026
ભાજપનો આકરો પ્રહાર: "સમાજમાં ઝેર ફેલાવે છે"
ભાજપે આ મુદ્દાને ગંભીરતાથી લીધો છે. રાજ્યના મુખ્યમંત્રી મોહન યાદવે (CM Mohan Yadav) આકરા પ્રહારો કરતા કહ્યું કે, "ફૂલ સિંહ બારૈયા સમાજમાં ઝેર (Poison) ફેલાવવાનું કામ કરી રહ્યા છે. એક જનપ્રતિનિધિ તરીકે આવી ભાષા અશોભનીય છે. રાહુલ ગાંધીએ તાત્કાલિક તેમની સામે કાર્યવાહી કરવી જોઈએ અને તેમને પાર્ટીમાંથી હાંકી કાઢવા જોઈએ."
બીજી તરફ, ભાજપના મીડિયા પ્રભારી આશિષ અગ્રવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું કે, "ઈન્દોરમાં રાહુલ ગાંધી સાથે બારૈયાનું મંચ પર હોવું એ તેમની સહમતી દર્શાવે છે. આ માત્ર બારૈયાની નહીં, પણ કોંગ્રેસની મહિલાઓ અને અનુસૂચિત જાતિ (SC-ST Community) પ્રત્યેની વિકૃત માનસિકતાનું ઉદાહરણ છે."




















