શોધખોળ કરો
Advertisement
દેશના સંબોધનમાં બોલ્યા PM મોદી- સરદાર, આંબેડકર, મુખર્જી અને અટલજીનું સપનું થયુ પૂર્ણ
પીએમ મોદીએ કલમ 370 હટાવવાને ઐતિહાસિક નિર્ણય ગણાવ્યો હતો. તેમણે કહ્યું જે સપનુ સરદાર પટેલ, બાબ સાહેબ આંબેડકર, ડૉ શયામ પ્રસાદ મુખર્જી અને અટલ બિહારી વાજપેયી અને કરોડો ભારતીયોનું હતું તે હવે પૂર્ણ થયું છે.
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નેરંદ્ર મોદીએ જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ રાષ્ટ્રના નામે સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ કલમ 370 હટાવવાને ઐતિહાસિક નિર્ણય ગણાવ્યો હતો. તેમણે કહ્યું જે સપનુ સરદાર પટેલ, બાબ સાહેબ આંબેડકર, ડૉ શયામ પ્રસાદ મુખર્જી અને અટલ બિહારી વાજપેયી અને કરોડો ભારતીયોનું હતું તે હવે પૂર્ણ થયું છે.
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કહ્યું, એક એવી વ્યવસ્થા જેના કારણે જમ્મુ કાશ્મીરના આપણા ભાઈ-બહેન તેના અધિકારીથી વંચિત હતા, જે તેમના વિકાસમાં મોટી અડચણ હતી, તે હવે દૂર થઈ છે. તેમણે કહ્યું, સરદાર પટેલ, બાબ સાહેબ આંબેડકર, ડૉ શયામ પ્રસાદ મુખર્જી અને અટલ બિહારી વાજપેયી અને કરોડો દેશભક્તોનું સપનું હતું કલમ 370ને હટાવવાનું. પીએમ મોદીએ કહ્યું, કેટલાક સમય માટે જમ્મુ અને કાશ્મીર કેંદ્ર શાસિત પ્રદેશ રહેશે અને બાદમાં તેમા ફરી બદલાવ કરવામાં આવશે. રાજ્યપાલ શાસનમં ત્યાં વિકાસ થઈ રહ્યો છે અને હવે કલમ 370 હટાવ્યા બાદ રાજ્યનો વધારે ઝડપથી વિકાસ થશે.પીએમ મોદીએ જમ્મુ-કાશ્મીરના લોકોની સુરક્ષામાં તૈનાત સુરક્ષા જવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.PM Narendra Modi: The dream of Sardar Patel, Baba Saheb Ambedkar, Dr Syama Prasad Mukherjee, Atalji and of crores of patriots has been fulfilled. #Article370revoked pic.twitter.com/logpTlZDRT
— ANI (@ANI) August 8, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ટેકનોલોજી
બિઝનેસ
શિક્ષણ
ટેકનોલોજી
Advertisement
gujarati.abplive.com
Opinion