'ટાર્ગેટ, સમય અને રીત સેના નક્કી કરે', ત્રણેય સેના પ્રમુખો સાથે ઉચ્ચ સ્તરીય બેઠકમાં PM મોદીએ આપી ખુલી છૂટ
Pahalgam Terror Attack: પહેલગામ આતંકવાદી હુમલા બાદ, આખો દેશ આતંકવાદીઓના આકા પાકિસ્તાન સામે કાર્યવાહીની માંગ કરી રહ્યો છે.

Pahalgam Terror Attack: પહેલગામ આતંકવાદી હુમલા બાદ, આખો દેશ આતંકવાદીઓના આકા પાકિસ્તાન સામે કાર્યવાહીની માંગ કરી રહ્યો છે. આ દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ત્રણેય સેનાના વડાઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આમાં સીડીએસ અનિલ ચૌહાણ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પણ હાજર હતા.
STORY | Pahalgam attack: PM Modi says armed forces have full freedom to decide on targets, timing of response
— Press Trust of India (@PTI_News) April 29, 2025
READ: https://t.co/oNt7sjcmaM pic.twitter.com/bYhfcs8HfI
સૂત્રોના જણાવ્યા અનુસાર, લગભગ દોઢ કલાક ચાલેલી આ બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. પીએમ મોદીએ સેનાને સંપૂર્ણ છૂટ આપી છે. તેમણે કહ્યું કે આતંકવાદનો યોગ્ય જવાબ આપવાનો આપણો દ્રઢ રાષ્ટ્રીય સંકલ્પ છે. તેમણે ભારતીય સશસ્ત્ર દળોની વ્યાવસાયિક ક્ષમતાઓમાં સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો. "પીએમ મોદીએ કહ્યું કે સશસ્ત્ર દળોને આપણા બદલાની પદ્ધતિ, તેના લક્ષ્યો અને તેના સમય અંગે ઓપરેશનલ નિર્ણયો લેવાની સ્વતંત્રતા છે."
PHOTO | PM Modi (@narendramodi) chairs a meeting with Raksha Mantri, NSA, CDS and all armed forces chiefs.
— Press Trust of India (@PTI_News) April 29, 2025
(Source: Third Party) pic.twitter.com/VegZjJ4kkk
22 એપ્રિલે પહેલગામના લોકપ્રિય પર્યટન સ્થળ બૈસરન ખાતે થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા, જેમાં મોટાભાગના પ્રવાસીઓ હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ હુમલામાં સંડોવાયેલા આતંકવાદીઓ અને તેમના આકાઓને પૃથ્વીના છેડા સુધી પીછો કરવા અને તેમને તેમની કલ્પના બહારની સૌથી કઠોર સજા આપવા હાકલ કરી છે.
વડા પ્રધાનની કડક ટિપ્પણીઓ અને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાઓ પર તેમની સરકારના કડક વલણને કારણે ભારત તરફથી બદલો લેવાની અપેક્ષાઓ વધી ગઈ છે. પહેલગામ હુમલા પછી, ભારતે પાકિસ્તાન વિરુદ્ધ અનેક પગલાં લીધાં છે, જેમાં પડોશી દેશ સાથે સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો પણ સમાવેશ થાય છે.
પ્રધાનમંત્રીએ પહેલગામ હુમલાના ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાના નિર્દેશો આપ્યા
સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રધાનમંત્રીએ પહેલગામ હુમલાના ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાના નિર્દેશો આપ્યા છે. તેમણે અમરનાથ યાત્રા અને અન્ય નાગરિક પ્રવૃત્તિઓની સુરક્ષામાં કોઈ ખામી ન રહે તેની ખાતરી કરવા પણ કહ્યું. તમને જણાવી દઈએ કે 22 એપ્રિલે પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઉપરાંત ડઝનબંધ લોકો ઘાયલ પણ થયા હતા. તેને તાજેતરના વર્ષોમાં થયેલા સૌથી ઘાતક આતંકવાદી હુમલાઓમાંનો એક માનવામાં આવે છે. હુમલા બાદ ખીણમાં સુરક્ષા એજન્સીઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. હુમલામાં સામેલ આતંકવાદીઓની શોધ ચાલુ છે. આ માટે સુરક્ષા દળો વિવિધ સ્થળોએ કોમ્બિંગ ઓપરેશન ચલાવી રહ્યા છે. આ હુમલા પાછળ પાકિસ્તાનનો હાથ છે. આ પછી, ભારત સરકારે પાકિસ્તાન પર અનેક પ્રતિબંધો લાદવાનો નિર્ણય લીધો.





















