શોધખોળ કરો

Lata Deenanath Mangeshkar Award: "આ રક્ષાબંધન પર લતા દીદી નહી હોય" - PM મોદીએ લતાજી સાથેના સંસ્મરણો યાદ કર્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ સમારોહ માટે મુંબઈ પહોંચ્યા હતા. મુંબઈ પહોંચતા જ દેવેન્દ્ર ફડણવીસ, આદિત્ય ઠાકરે, રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ પીએમ મોદીનું સ્વાગત કર્યું.

Lata Deenanath Mangeshkar Award: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ સમારોહ માટે મુંબઈ પહોંચ્યા હતા. મુંબઈ પહોંચતા જ દેવેન્દ્ર ફડણવીસ, આદિત્ય ઠાકરે, રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ પીએમ મોદીનું સ્વાગત કર્યું. કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પ્રથમ સન્માન આપવામાં આવ્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, સંગીત એ સાધના છે અને ભાવના પણ છે. સમારોહ દરમિયાન પ્રધાનમંત્રી લતા મંગેશકરને યાદ કરીને ભાવુક થઈ ગયા હતા. પ્રધાનમંત્રીએ કહ્યું કે મને લતા દીદી તરફથી હંમેશા મોટી બહેન જેવો અપાર પ્રેમ મળ્યો છે, જેમણે પેઢીઓને પ્રેમ અને લાગણીની ભેટ આપી છે. આનાથી વધુ સદભાગ્ય શું હોઈ શકે? ઘણા દાયકાઓ પછી, આ પહેલો રાખડીનો તહેવાર આવશે, જ્યારે લતા દીદી નહીં હોય.

પીએમ મોદીએ કહ્યું કે સંગીત તમને બહાદુરીથી ભરી દે છે. સંગીત માતૃત્વ અને પ્રેમની અનુભૂતિ આપી શકે છે. સંગીત તમને દેશભક્તિ અને કર્તવ્યના શિખરે લઈ જઈ શકે છે. આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આપણે સંગીતની આ શક્તિને લતા દીદીના રૂપમાં જોઈ છે. તેમણે કહ્યું કે, જ્યારે એવોર્ડ લતા દીદી જેવી મોટી બહેનના નામે હોય છે, ત્યારે તે તેમના મારા પ્રત્યેના લગાવ અને પ્રેમનું પ્રતિક છે. હું આ એવોર્ડ તમામ દેશવાસીઓને સમર્પિત કરું છું. જેમ લતા દીદી લોકોના હતા એવી જ રીતે તેમના નામે મને આપવામાં આવેલો આ એવોર્ડ લોકોનો છે. પીએમ મોદીએ કહ્યું કે, સુધીર ફડકેએ મારી લતા દીદી સાથેની પહેલી મુલાકાત ગોઠવી હતી. લતા દીદી મારી મોટી બહેન હતાં. લતા દીદીના નામના આ એવોર્ડ ના સ્વીકારવો મારા માટે શક્ય નહોતો. હું તરત જ એવોર્ડ લેવા માટે સંમત થઈ ગયો હતો.

પીએમ મોદીએ કહ્યું કે, હું આ એવોર્ડ દેશને સમર્પિત કરું છું. જે રીતે લતા દીદી લોકોના હતા, તેવી જ રીતે આ એવોર્ડ પણ લોકોનો છે. તેમણે કહ્યું કે, હું ઘણીવાર લતા દીદી સાથે વાત કરતો હતો. હું તેમના વિશે એક વાત ભૂલી શકતો નથી. તે હંમેશા કહેતાં કે, માણસ તેની ઉંમરથી નહી પણ તેના કામથી મોટો હોય છે. વ્યક્તિ દેશ માટે જેટલું વધારે કરે છે તેટલું તેનું કદ મોટું થાય છે. પીએમ મોદીએ કહ્યું કે, લતા દીદી ઉંમર કરતા મોટાં અને કર્મ કરતા મોટાં હતાં

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, લતા દીદી સાદગીનાં પ્રતિક હતા. લતા દીદીએ સંગીતમાં એ સ્થાન હાંસલ કર્યું કે, લોકો તેમને માં સરસ્વતીનું પ્રતીક માને છે. તેમણે લગભગ 80 વર્ષ સુધી સંગીતની દુનિયામાં પોતાની છાપ છોડી. પીએમ મોદીએ કહ્યું કે, ઈશ્વરના ઉચ્ચારણમાં પણ સ્વર હોય ​​છે. સંગીત આપણા હૃદયને અસર કરે છે. તેમણે કહ્યું કે, લતા દીદીની શારીરિક યાત્રા એવા સમયે પૂર્ણ થઈ જ્યારે દેશ આઝાદીનો અમૃત ઉત્સવ મનાવી રહ્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, આ એવોર્ડ સાથે લતા દીદીના પિતાનું નામ પણ જોડાયેલું છે. આપણે બધા મંગેશકર પરિવારના ઋણી છીએ. સંગીતની સાથે લતા દીદીમાં દેશભક્તિની ભાવના પણ હતી. તેમને આ પ્રેરણા તેમના પિતા દીનાનાથજી પાસેથી મળી હતી.

પીએમ મોદીએ કહ્યું કે લતાજી 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની મધુર પ્રસ્તુતિ જેવાં હતાં. તેમણે દેશની 30 થી વધુ ભાષાઓમાં હજારો ગીતો ગાયા છે. હિન્દી હોય, મરાઠી હોય, સંસ્કૃત હોય કે અન્ય ભારતીય ભાષાઓ, લતાજીનો અવાજ દરેક ભાષામાં સરખો છે.

ટોપ સ્ટોરી

‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
4 વર્ષથી નાના બાળકોને નહીં મળે આ દવા! સરકારે જારી કર્યો આદેશ
4 વર્ષથી નાના બાળકોને નહીં મળે આ દવા! સરકારે જારી કર્યો આદેશ
તેલંગાણામાં રાજકીય ભૂકંપ! CM રેવંત રેડ્ડી સામે જમીન કૌભાંડની ફરિયાદ દાખલ
તેલંગાણામાં રાજકીય ભૂકંપ! CM રેવંત રેડ્ડી સામે જમીન કૌભાંડની ફરિયાદ દાખલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Embed widget