શોધખોળ કરો
Advertisement
કશ્મીર હિંસા: મીડિયા કવરેજથી પીએમ મોદી નારાજ, કહ્યું- હિરોની જેમ બતાવ્યો બુરહાનને
નવી દિલ્લી: આતંકી બુરહાન વાનીની મોત બાદ કશ્મીરમાં થયેલી હિંસાના મીડિયા કવરેજને લઈને પીએમ મોદી નાખુશ છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ ગઈ કાલે થયેલી હાઈ લેવલ બેઠકમાં પીએમ મોદીએ આ મામલે નારાજગી વ્યક્ત કરી હતી. અને કહ્યું કે હિજબુલ આતંકી બુરહાનને હિરોની જેમ બતાવવામાં આવ્યો હતો.
આમ થવાથી તેના સમર્થકોનોને હવા મળી હતી. મોદીએ બેઠકમાં આતંરી બુરહાન સામે નોઁધાયેલા અઢળક કેસોનો હવાલા આપતા કહ્યું કે બધાના ખબર હોવી જોઈએ કે બુરહાને કઈ રીતે કશ્મીર ઘાટીમાં આતંક મચાવ્યો હતો. આ બેઠકમાં રાજનાથ સિંહ અને સિક્યુરિટી એડવાઈઝર અજીત ડોવાલ પણ હાજર રહ્યા હતા.
કશ્મીરમાં આવી હાલત હોવા છતાં રાજકારણ બંધ નથી થયું. રાજ્યની પીડીપી-ભાજપ સરકાર વિરોધીઓના નિશાને છે. ચાર દિવસ પછી પણ શ્રીનગર સૂમસામ છે. રસ્તાઓ ભેંકાર છે. અને માત્ર સુરક્ષબળોના જથ્થા દેખાય છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે આ મામલે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી. જેમાં ગૃહમંત્રી રાજનાથ સિંહ, રક્ષામંત્રી મનોહર પાર્રિકર, નાણા પ્રધાન અરૂણ જેટલી, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને વરિષ્ઠ સુરક્ષા અધિકારીઓ હાજર હતા.
આ પહેલા પણ રાજનાથે, જેટલી અને સુરક્ષા સલાહકાર અજિત ડોવાલ સાથે કશ્મીરની સ્થિતિની સમિક્ષા કરી હતી. પીએમ મોદી સાથે આફ્રિકા ગયેલા ડોભાલ અધવચ્ચેથી પાછા આવી ગયા હતા.
સરકાર એક્શનમાં જોવા મળી રહી છે. રાજનાથ સિંહે પોતાનો અમેરિકા પ્રવાસ રદ કર્યો છે. 17થી 22 જુલાઈ રાજનાથ સિંહ અમેરિકા જવાના હતા પણ કશ્મીર સ્થિતિને જોતા તેમણે આ પ્રવાસ રદ કર્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement