શોધખોળ કરો

મોદીની ડ્રોન કે સ્નાઈપર ગનથી હત્યા થઈ શકી હોત, ક્યા દિગ્ગજ નેતાએ કર્યો આ દાવો ?

વડાપ્રધાન મોદીની પંજાબની યાત્રા સાથે સંકળાયેલા તમામ રેકોર્ડ સુરક્ષિત રાખવામાં આવે અને તેની યોગ્ય રીતે સુરક્ષા કરવામાં આવે

નવી દિલ્હીઃ પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલી ચૂકના મામલે રાજકીય આક્ષેપબાજીમાં કેન્દ્રીય મંત્રી ગીરિરાજ સિંહ પણ કૂદી પડ્યા છે. ગિરિરાજ સિંહે દાવો કર્યો કે, પંજાબમાં પીએમ મોદીની હત્યા પણ થઈ શકી હોત. વડાપ્રધાનને મોતના કૂવામાં ફસાવવા એ એક કાવતરુ હતુ પણ મહાદેવની કૃપાથી તેઓ બચી ગયા હતા.  પીએમ મોદીની સ્નાઈપર રાયફલ કે પછી ડ્રોન વડે હત્યા પણ થઈ શકી હોત. જો ઉચ્ચ સ્તરની તપાસ કરવામાં આવે તો આ કાવતરાના તાર પંજાબના સીએમની ઓફિસ સુધી જ નહીં પણ તેની ઉપર જોડાયેલા મળી આવી શકે છે.

મોદીની સુરક્ષામાં થયેલી ચૂક મામલે  સુપ્રીમ કોર્ટેમાં પણ અરજી થઈ છે. તેની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે, વડાપ્રધાન મોદીની પંજાબની યાત્રા સાથે સંકળાયેલા તમામ રેકોર્ડ સુરક્ષિત રાખવામાં આવે અને તેની યોગ્ય રીતે સુરક્ષા કરવામાં આવે. આ મામલામાં દાખલ કરવામાં આવેલી અરજીને સ્વીકારીને સુપ્રીમ કોર્ટે શુક્રવારે સુનાવણી કરવાનો નિર્ણય કર્યો હતો.

પંજાબ સરકારે ગુરૂવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ગંભીર ખામી અંગે બે સભ્યોની ઉચ્ચ સ્તરીય તપાસની રચના કરી હતી. કમિટી ત્રણ દિવસમાં પોતાનો રિપોર્ટ આપશે. પંજાબ સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે નિવૃત્ત જસ્ટિસ મહતાબ સિંહ ગિલ અને ગૃહ અને કાયદા બાબતોના મુખ્ય સચિવ અનુરાગ વર્મા વડા પ્રધાનની સુરક્ષામાં આટલી મોટી ભૂલ કેવી રીતે થઈ તે અંગે સંપૂર્ણ તપાસ કરશે. હુસૈનીવાલા જતી વખતે પીએમ મોદીનો કાફલો ફ્લાયઓવર પર અટવાઈ જવાની ઘટનાને કારણે રાજકીય ખળભળાટ મચી ગયો હતો. ભાજપે કોંગ્રેસ પર મોદીના જીવને જોખમમાં નાખવાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે.

કેન્દ્રીય ગૃહમંત્રાલયે સુરક્ષા ચૂક કેસની તપાસ માટે ત્રણ સભ્યોની કમિટીની રચનાની જાહેરાત કરી છે.ત્રણ સભ્યોની કમિટીની આગેવાની સુધીર કુમાર સક્સેના (સેક્રેટરી સિક્યોરિટી- કેબિનેટ સચિવાલય) કરશે અને તેમાં બલબીર સિંહ (સંયુક્ત ડાયરેક્ટર, આઇબી) અને એસ સુરેશ (આઇજી, એસપીજી) સામેલ છે.

આ પણ વાંચોઃ

કોરોનાની વેક્સિન લગાવ્યા પછી બાળક પેદા કરવાની ક્ષમતા જતી રહેશે ? મોદી સરકારે શું કહ્યું ?

આ બેંકમાં PO અને ક્લાર્કની જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે, 11 જાન્યુઆરી છેલ્લી તારીખ છે, જલ્દી અરજી કરો

KVS Jobs: કેન્દ્રીય વિદ્યાલયમાં નોકરીની સુવર્ણ તક, આ જગ્યાઓ પર થઈ રહી છે ભરતી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે.....

Skoda Slavia Review: પ્રીમિયમ લુક અને સુવિધાઓને કારણે Honda City, Hyundai Verna અને Rapid પર ભારે છે Skoda Slavia

બ્રિઝા-ક્રેટાને પછાડીને ડિસેમ્બરમાં વેચાણમાં સૌથી આગળ નીકળી ગઇ આ એસયુવી કાર, કિંમત છે તમને પોષાય એવી, જાણો.............

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
Advertisement
ABP Premium

વિડિઓઝ

Khyati Hospital Scam: કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક મહત્વની માહિતી ક્રાઈમબ્રાંચને હાથ લાગીWeather Update : ગજરાતમાં ઠંડી હજી વધશે? જુઓ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહીRajkot News: રાજકોટ મહાનગરપાલિકાની કચરાના નિકાલ મુદ્દેની કામગીરી આવી શંકાના દાયરામાંVadodara Accident News: વડોદરામાં વધુ એક બેફામ ડમ્પરે લીધો બાઈક ચાલકનો ભોગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ફક્ત 449 રૂપિયામાં મળી રહ્યો છે 3300 GB ડેટા અને મફત અનલિમિટેડ કોલિંગ, આ કંપનીની શાનદાર ઓફર
ફક્ત 449 રૂપિયામાં મળી રહ્યો છે 3300 GB ડેટા અને મફત અનલિમિટેડ કોલિંગ, આ કંપનીની શાનદાર ઓફર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
Embed widget