(Source: ECI/ABP News/ABP Majha)
PM Modi Security Breach: કર્ણાટકમાં PM મોદીની સુરક્ષામાં ચૂક, પ્રધાનમંત્રી તરફ દોડીને આવ્યો યુવક, પોલીસે પકડ્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ફરી એક વખત ચૂક સામે આવી છે. પીએમ મોદીના કર્ણાટક પ્રવાસ દરમિયાન શનિવારે (25 માર્ચ)ના રોજ આ ચૂક સામે આવી હતી.
PM Narendra Modi Security Breach In Karnataka: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ફરી એક વખત ચૂક સામે આવી છે. પીએમ મોદીના કર્ણાટક પ્રવાસ દરમિયાન શનિવારે (25 માર્ચ)ના રોજ આ ચૂક સામે આવી હતી. જ્યારે પીએમ મોદીની કાર દાવણગેરેથી પસાર થઈ રહી હતી ત્યારે એક યુવક તેમની કાર પાસે પહોંચ્યો હતો. પીએમના રોડ શો દરમિયાન યુવક કાફલામાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો. સુરક્ષામાં તૈનાત પોલીસકર્મીઓએ તરત જ યુવકને પકડી લીધો હતો. યુવકની પૂછપરછ કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે ત્રણ મહિનામાં બીજી વખત પીએમ મોદીની સુરક્ષામાં ચૂક જોવા મળી છે. જાન્યુઆરીમાં કર્ણાટકના હુબલીમાં એક બાળક રોડ શો દરમિયાન પીએમ મોદીની નજીક આવ્યો હતો.
#WATCH | Karnataka: Security breach during PM Modi's roadshow in Davanagere, earlier today, when a man tried to run towards his convoy. He was later detained by police.
— ANI (@ANI) March 25, 2023
(Visuals confirmed by police) pic.twitter.com/nibVxzgekz
યુવક પીએમની કાર તરફ દોડ્યો હતો
કર્ણાટકમાં મે મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને ધ્યાનમાં રાખીને ભાજપે શનિવારે (25 માર્ચ) દાવણગેરેમાં 'વિજય સંકલ્પ યાત્રા' શરૂ કરી છે. વડાપ્રધાન મોદી ભાજપના પ્રચારના ભાગરૂપે કર્ણાટક પહોંચ્યા હતા અને દાવણગેરેમાં એક વિશાળ જનસભાને સંબોધિત કરી હતી, પરંતુ તે પહેલા તેમણે રોડ શો કર્યો હતો. આ રોડ શો દરમિયાન અચાનક એક યુવક સુરક્ષા કોર્ડન તોડીને પીએમ મોદીની કાર તરફ જવા લાગ્યો હતો. સ્થળ પર હાજર પોલીસકર્મીઓએ તરત જ તેને કસ્ટડીમાં લીધો હતો.
પીએમ મોદીની સુરક્ષામાં ચૂકનો વીડિયો
સમાચાર એજન્સી ANIએ PM મોદીની સુરક્ષામાં ચૂકનો વીડિયો શેર કર્યો છે. પોલીસને ટાંકીને આ વીડિયોની પુષ્ટિ કરવામાં આવી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે દાવણગેરેમાં રોડ શો દરમિયાન જ્યારે પીએમ મોદીનો કાફલો રોડ પરથી પસાર થઈ રહ્યો છે ત્યારે જોરથી 'મોદી-મોદી'ના નારા લગાવવામાં આવી રહ્યા છે. લોકો રસ્તાની બાજુમાં ઉભા રહીને સૂત્રોચ્ચાર કરી રહ્યા છે, આ દરમિયાન શર્ટ અને બ્લુ જીન્સ પહેરેલો યુવક ઝડપથી દોડતો દોડતો રોડ તરફ ભાગ્યો જ્યાંથી કાફલો પસાર થઈ રહ્યો છે. તે પીએમ મોદીની કારની બરાબર સામે પહોંચવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. આ દરમિયાન પીએમ મોદી હાથ ઉંચો કરીને જનતાનું અભિવાદન કરી રહ્યા છે. પોલીસ આ યુવકને પકડી લે છે અને પીએમનો કાફલો આગળ વધે છે.