શોધખોળ કરો

ABP નો વીડિયો શેર કરી વડાપ્રધાન મોદીએ કહ્યુ-, 'આ કરોડો દેશવાસીઓનો પ્રેમ અને વિશ્વાસ....'

વડાપ્રધાન મોદી ત્રણ દેશોની છ દિવસની મુલાકાત પૂર્ણ કરીને ગુરુવારે સવારે દિલ્હી પરત ફર્યા હતા.

PM Modi Tweet: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા ગુરુવારે (25 મે) ના રોજ પાલમ એરપોર્ટ પર પહોંચેલા યુવકે એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં વડાપ્રધાનની પ્રશંસા કરી હતી. આ અંગે પીએમ મોદીએ પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે આ યુવાનના શબ્દોને નવી ઉર્જા આપનારા અને પ્રેરણાદાયી ગણાવ્યા હતા. એબીપી ન્યૂઝનો વીડિયો શેર કરતી વખતે વડાપ્રધાન મોદીએ ટ્વિટ કર્યું હતું કે આ કરોડો દેશવાસીઓનો પ્રેમ અને વિશ્વાસ છે, જે મને નવી ઉર્જાથી ભરી દે છે અને મને દરેક ક્ષણે દેશની સેવા કરવાની પ્રેરણા આપે છે.

નઝફગઢના રહેવાસી નુર્શીદ અલી ગુરુવારે સવારે 3 વાગે વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવા પાલમ એરપોર્ટ પહોંચ્યા હતા. તેણે પીએમની એક તસવીર પણ બનાવી હતી, જેની સાથે તે ત્યાં ઉભો હતો. પોતાને પીએમ મોદીના સમર્થક ગણાવતા નુર્શીદ અલીએ કહ્યું હતું કે છેલ્લા 9 વર્ષથી તેઓ પીએમ નરેન્દ્ર મોદી સુધી આ વાત પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

"પીએમએ વિશ્વમાં દેશનું નામ રોશન કર્યું છે"

તેમણે કહ્યું હતું કે હું પીએમ મોદીને પસંદ કરું છું કારણ કે તેમણે વિશ્વમાં મારા દેશને ગૌરવ અપાવ્યું છે. મારો દેશ મારા ધર્મથી આગળ છે. વડાપ્રધાન મોદી ત્રણ દેશોની છ દિવસની મુલાકાત પૂર્ણ કરીને ગુરુવારે સવારે દિલ્હી પરત ફર્યા હતા. ભાજપના કાર્યકરો અને સમર્થકો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાને સંબોધન કર્યું હતું

પાલમ એરપોર્ટની બહાર તેમના સ્વાગત માટે એકઠા થયેલા લોકોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું હતું કે તેઓ વિદેશમાં ભારત અને તેના લોકોની તાકાત વિશે આત્મવિશ્વાસ સાથે બોલે છે અને વિશ્વ સાંભળે છે કારણ કે અહીંના લોકોએ સરકારને સંપૂર્ણ બહુમતી આપી છે. પીએમએ કહ્યું કે વિશ્વના નેતાઓ જાણે છે કે તેઓ જે બોલે છે તે ભારતના 140 કરોડ લોકોનો અવાજ છે.

Pakistan : ઈમરાનની સાથે હવે તેમની પત્નીની પણ મુશ્કેલી વધી, વિદેશ જવા પર પ્રતિબંધ

Imran Khan and Wife Bushra Bibi : પાકિસ્તાન સરકારે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની સાથો સાથ હવે તેમની પત્ની બુશરા બીબીની પણ મુશ્કેલીઓ વધી રહી છે. ઈમરાન ખાન અને બુશરા બીબી પર દેશ છોડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ બંનેની સાથો સાથ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના અન્ય 80 સભ્યોના નામ પણ નો-ફ્લાઈંગ લિસ્ટમાં મૂકવામાં આવ્યા છે. આ લોકો 9 મેના રોજ ઈમરાન ખાનની ધરપકડ બાદ દેશમાં થયેલી હિંસામાં સામેલ હોવાનો આરોપ છે.

ઈમરાન ખાને પાકિસ્તાનના અનેક પ્રાંતોમાં કલમ 245 લાગુ કરવા માટે સરકાર વિરુદ્ધ અરજી દાખલ કરી છે અને તેને અઘોષિત માર્શલ લૉ ગણાવી છે. પાકિસ્તાનના બંધારણના અનુચ્છેદ 245 અનુસાર, દેશની સુરક્ષામાં નાગરિક પ્રશાસનની મદદ માટે સેનાને બોલાવી શકાય છે. ઈમરાન ખાને પંજાબ, ખૈબર પખ્તુનખ્વા, બલૂચિસ્તાન અને ઈસ્લામાબાદમાં કલમ 245ના અમલીકરણને પડકારતી અરજી દાખલ કરી છે અને તેને અઘોષિત માર્શલ લો ગણાવ્યો છે.

પાકિસ્તાન તહરીક-એ ઈન્સાફ (પીટીઆઈ) પાર્ટીના વડાએ કહ્યું હતું કે, આર્મી એક્ટ, 1952 હેઠળ નાગરિકોની ધરપકડ, તપાસ અને ટ્રાયલ ગેરબંધારણીય, અમાન્ય છે અને તેની કોઈ કાનૂની અસર નથી. તેમણે કહ્યું હતું કે, આ બંધારણ, કાયદાના શાસન અને ન્યાયતંત્રની સ્વતંત્રતાને નકારવા સમાન છે. ડોન અખબારે અહેવાલ આપ્યો છે કે, ખાને તેમની ધરપકડ બાદ 9 મેના રોજ ફાટી નીકળેલી હિંસાની તપાસ માટે ન્યાયિક કમિશનની રચના કરવા માટે સુપ્રીમ કોર્ટને વિનંતી કરી છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'અનિરુદ્ધસિંહ અને બે-ત્રણ લોકોએ મને ગેરમાર્ગે દોર્યો'- જયરાજસિંહ જાડેજા સાથે સમાધાન બાદ રાજુ સોલંકીનો PC માં ધડાકો
'અનિરુદ્ધસિંહ અને બે-ત્રણ લોકોએ મને ગેરમાર્ગે દોર્યો'- જયરાજસિંહ જાડેજા સાથે સમાધાન બાદ રાજુ સોલંકીનો PC માં ધડાકો
અમદાવાદ ફ્લાવર શો: ટિકિટના ભાવમાં ડબલ વધારો, જાણો નવા રેટ અને નિયમો
અમદાવાદ ફ્લાવર શો: ટિકિટના ભાવમાં ડબલ વધારો, જાણો નવા રેટ અને નિયમો
ઉદ્ધવ ઠાકરે-રાજ ઠાકરે ગઠબંધન પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા -
ઉદ્ધવ ઠાકરે-રાજ ઠાકરે ગઠબંધન પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા - "અમે મનસે સાથે ક્યારેય નહીં..."
8th Pay Commission: વર્ષ 2026 માં વધી જશે પગાર ? કે પછી કર્મચારીઓએ હજુ જોવી પડશે રાહ, જાણો અપડેટ 
8th Pay Commission: વર્ષ 2026 માં વધી જશે પગાર ? કે પછી કર્મચારીઓએ હજુ જોવી પડશે રાહ, જાણો અપડેટ 

વિડિઓઝ

Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત
Dahod news: દાહોદમાં ચાઈનીઝ દોરીથી ગળાના ભાગે વાગતા યુવકને આવ્યા 50 ટાંકા
Surendranagar ED Raid: સુરેન્દ્રનગરમાં EDની કાર્યવાહી મુદ્દે સૌથી મોટા સમાચાર
Kankaria Carnival: અમદાવાદ કાંકરિયા કાર્નિવલના પ્રારંભ પહેલા જ વિવાદ
ISRO Bluebird Block-2 Mission: ઈસરોની અંતરિક્ષમાં વધુ એક મોટી છલાંગ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'અનિરુદ્ધસિંહ અને બે-ત્રણ લોકોએ મને ગેરમાર્ગે દોર્યો'- જયરાજસિંહ જાડેજા સાથે સમાધાન બાદ રાજુ સોલંકીનો PC માં ધડાકો
'અનિરુદ્ધસિંહ અને બે-ત્રણ લોકોએ મને ગેરમાર્ગે દોર્યો'- જયરાજસિંહ જાડેજા સાથે સમાધાન બાદ રાજુ સોલંકીનો PC માં ધડાકો
અમદાવાદ ફ્લાવર શો: ટિકિટના ભાવમાં ડબલ વધારો, જાણો નવા રેટ અને નિયમો
અમદાવાદ ફ્લાવર શો: ટિકિટના ભાવમાં ડબલ વધારો, જાણો નવા રેટ અને નિયમો
ઉદ્ધવ ઠાકરે-રાજ ઠાકરે ગઠબંધન પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા -
ઉદ્ધવ ઠાકરે-રાજ ઠાકરે ગઠબંધન પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા - "અમે મનસે સાથે ક્યારેય નહીં..."
8th Pay Commission: વર્ષ 2026 માં વધી જશે પગાર ? કે પછી કર્મચારીઓએ હજુ જોવી પડશે રાહ, જાણો અપડેટ 
8th Pay Commission: વર્ષ 2026 માં વધી જશે પગાર ? કે પછી કર્મચારીઓએ હજુ જોવી પડશે રાહ, જાણો અપડેટ 
ઈશાન કિશને ઈતિહાસ રચ્યો, 33 બોલમાં સદી ફટકારી, ચોગ્ગા-છગ્ગાનો વરસાદ 
ઈશાન કિશને ઈતિહાસ રચ્યો, 33 બોલમાં સદી ફટકારી, ચોગ્ગા-છગ્ગાનો વરસાદ 
Gold Rate: સોનાની કિંમતમાં ફરી એક વખત ઉછાળો, જાણો 24 ડિસેમ્બરનો લેટેસ્ટ રેટ 
Gold Rate: સોનાની કિંમતમાં ફરી એક વખત ઉછાળો, જાણો 24 ડિસેમ્બરનો લેટેસ્ટ રેટ 
રોહિત શર્માએ મેદાનમાં કર્યો ચોગ્ગા-છગ્ગાનો વરસાદ, વિસ્ફોટક અંદાજમાં ફટકારી સદી
રોહિત શર્માએ મેદાનમાં કર્યો ચોગ્ગા-છગ્ગાનો વરસાદ, વિસ્ફોટક અંદાજમાં ફટકારી સદી
ICC Rankings: સૂર્યકુમાર યાદવને લાગ્યો મોટો ઝટકો, તિલક વર્માએ લગાવી છલાંગ 
ICC Rankings: સૂર્યકુમાર યાદવને લાગ્યો મોટો ઝટકો, તિલક વર્માએ લગાવી છલાંગ 
Embed widget