શોધખોળ કરો
શું PM મોદીના વિદેશ પ્રવાસના બીલ સાર્વજનિક કરી શકાય?, માહિતી આયોગે મંગાવી ફાઇલ
![શું PM મોદીના વિદેશ પ્રવાસના બીલ સાર્વજનિક કરી શકાય?, માહિતી આયોગે મંગાવી ફાઇલ Pm Modi Tour Bill Will Publicly Or Not શું PM મોદીના વિદેશ પ્રવાસના બીલ સાર્વજનિક કરી શકાય?, માહિતી આયોગે મંગાવી ફાઇલ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/10/28142149/pm-modi-air-india-one_650x400_71443002852.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના વિદેશ પ્રવાસને લઇને કરવામાં આવેલી RTI મામલે માહિતી આયોગે PM ના વિદેશ પ્રવાસ સાથે સંકળાયેલી ફાઇલો મંગાવી છે. આયોગ જાણવા માગે છે કે, આ યાત્રાઓ પર કેટલો ખર્ચ થયેલો છે. પ્રવાસ સંબંધી બીલ કેવી રીતે સાર્વજનિક કરી શકાય તેમ છે. આયોગ જ એ નક્કી કરશે કે PM ના વિદેશ પ્રવાસનો ખર્ચા સંબંધી રેકૉર્ડ એરક્રાફ્ટ ચાર્ટર બીલોને પાસ કરવાની પ્રક્રીયાને માહિતીના અધિકાર અંતર્ગત લાવી શકાય કે નહિ.
RTI કાર્યકર્તા લોકેશ બત્રાએ આ અંગે માહિતી માંગતા જણાવ્યું છે કે, PM ના પ્રવાસ સાથે જોડાયેલા બીલોને ક્લીયર કરવામાં થનારા વિલંભને લીધે રાષ્ટ્રીય હવાઇ સેવા એર ઇંડિયાને ઘણી મોધું પડી રહ્યું છે. મીડિયા સાથેની વાતચીતમાં બત્રાએ જણાવ્યું હતું કે, એર ઇંડિયા આર્થિક સંકટમાંથી પસાર થઇ રહી છે. અને હું જાણવા માંગુ છું કે, અલગ અલગ પ્રવાસમાં રાષ્ટ્રીય હવાઇ સેવાના બીલોને ક્લિયર કરવામાં આટલો સમય કેમ લાગે છે.
જો કે, PMO અને ગૃહમંત્રાલયે સુરક્ષાના કારણોને લીધે માહિતી આપવાનો ઇન્કાર કરી દીધો હતો. માહિતી કમિશને PMO ને 18 નવેંબર સુધીમાં પ્રતિનિધિત્વ ફાઇલ રજૂ કરવા માટે જણાવ્યું હતું. મે 2014 થી લઇને અત્યાર સુધીમાં PM મોદી 40 દેશોનો પ્રવાસ કરી ચુક્યા છે.
આ વર્ષની શરુઆતમાં PM અધિકારીત વેબસાઇટ પર તેમના પ્રવાસ સંબંધી ચાર્ટર ફ્લાઇટના ખર્ચાની માહિતી આપવામાં આવી હતી. તેમા ઘણી જગ્યાના ખર્ચા એવું કહિને નહોતા આપવામાં આવ્યા કેમ કે સંબંધિત બીલ પાસ નહોતા થયા કે, પ્રક્રીયામાં હતા.
પ્રધાનમંત્રીના વિદેશ પ્રવાસ 'કેબિનેટ મંત્રી'PM એરક્રાફ્ટની જાળવણી, અન્ય ખર્ચ બજેટ હેડના નામે ફંડ કરવામાં આવે છે. આતંરિક પ્રવાસના ખર્ચનું બીલ રક્ષા મંત્રાલયના નામે બને છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)