શોધખોળ કરો
PM મોદીએ કહ્યું- ગ્રામીણ ક્ષેત્રોમાં રોજગારી વધારશે આ બજેટ, યુવાનોને મળશે નોકરી
પીએમ મોદીએ કહ્યું કે સરકારનું લક્ષ્ય ખેડૂતોની આવક બમણી કરવાનું છે. યુવાનો માટે નવી તકો ઉભી કરાશે. ગ્રામીણ વિસ્તારમાં રોજગારની વ્યવસ્થા ઉભી કરવા માટે બજેટની વ્યવસ્થા કરવામાં આવી છે.

નવી દિલ્હી: બજેટ બાદ વડાપ્રધાન મોદીએ દેશને સંબોધન કરતા કહ્યું કે, આ બજેટમાં વિઝન પણ છે, એક્શન પણ છે. આ દાયકાના પ્રથમ બજેટ માટે હું નાણામંત્રી સીતારમણ અને તેમની ટીમને અભિનંદન પાઠવું છું. પીએમ મોદીએ કહ્યું કે સરકારનું લક્ષ્ય ખેડૂતોની આવક બમણી કરવાનું છે. યુવાનો માટે નવી તકો ઉભી કરાશે. ગ્રામીણ વિસ્તારમાં રોજગારની વ્યવસ્થા ઉભી કરવા માટે બજેટની વ્યવસ્થા કરવામાં આવી છે. ગામો-ખેડૂતો માટે 16 એક્શન પોઈન્ટ રાખવામાં આવ્યા છે.
પીએમ મોદીએ કહ્યું કે, બજેટમાં જે નવા રિફોર્મ્સની જાહેરાત કરવામાં આવી છે. તે આપણી અર્થવ્યવસ્થાને ગતિ આપે. દેશના પ્રત્યેક નાગરિકને આર્થિક રીતે સશક્ત બનાવવા અને આ દાયકામાં અર્થવ્યસ્થાનો પાયો મજબૂત કરવા માટે કામ કરશે.
તેઓએ કહ્યું કે, બજેટમાં આધુનિક ભારત પર જોર આપવામાં આવ્યું છે. ડીડીટી(ડિવિડેન્ડ ડિસ્ટ્રીબ્યૂશન ટેક્સ) માટે લેવામાં આવેલા નિર્ણયોથી કંપનીઓના હાથમાં વધુ પૈસા આવશે. ટેક્નોલોજી ક્ષેત્રે પગલા લેવામાં આવ્યા છે. ઈનકમ ટેક્સમાં સરકાર વિવાદથી વિશ્વાસ તરફ જઈ રહી છે.
દુનિયાના ખૂબજ ઓછા દેશ છે જ્યાં ટેક્સ ચાર્ટરની સ્થાપના કરવામાં આવી છે અને ભારત તે દેશોની યાદીમાં સામેલ થવા જઈ રહ્યો છે. આ બજેટમાં શિક્ષણ ક્ષેત્રમાં વિદેશી રોકાણની યોજના મુકવામાં આવી છે. સરકાર ડાયરેક્ટ ટેક્સ માટે નવું અને સરળ માળખુ લાવી રહી છે.
રોજગારની તકો ઉભી કરવા માટે સરકાર નિકાસને પ્રોત્સાહન આપી રહી છે અને ઈન્વેસ્ટમેન્ટ માટે અલગ પોર્ટલ બનશે. એપ્રિલ 2020થી જીએસટીનું નવું વર્ઝન લાવવામાં આવશે. ટૂરિઝમમાં વધુ રોજગારની તકો ઉભી કરાશે અને પાંચ કરોડોના ટર્નઓવરવાળી કંપનીઓની ઑડિટની જરૂર નહીં પડે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
ક્રિકેટ
દુનિયા
Advertisement
