શોધખોળ કરો
Advertisement
ભારતના પ્રથમ રમકડા મેળાનું પીએમ મોદીએ કર્યુ ઉદ્ઘાટન, કહી આ મોટી વાત
આપણા ધર્મગ્રંથોમાં પણ બાલ રામ માટે અલગ અલગ રમકડાનું વર્ણન મળે છે. મોટાભાગના ભારતીય રમકડાં પ્રાકૃતિક અને ઈકો ફ્રેન્ડલી ચીજોથી બને છે.
નવી દિલ્હીઃ પીએમ મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા ભારત રમકડાં મેળો 2021નું ઉદ્ઘાટન કર્યુ હતું. દેશી રમકડાંને પ્રોત્સાહન આપવાના હેતુથી આયોજિત આ વર્ચુઅલ મેળો 4 દિવસ ચાલશે. પીએમ મોદીએ કહ્યું, તમને બધાને ખબર છે કે આપણા દેશના રમકડાં ઉદ્યોગમાં કેટલી મોટી તાકાત છુપાયેલી છે. આ તાકાતને વધારવી, ઓળખ બનાવવી આત્મનિર્ભર ભારત અભિયાનનો હિસ્સો છે.
ભારતીય રમકડાં મેળો 2021ના આયોજન કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું , આજે જે શતરંજ દુનિયામાં લોકપ્રિય છે તે પહેલા ચતુરંગ કે ચાદુરંગા તરીકે ભારતમાં રમાતી હતી. આધુનિક લૂડો ત્યારે પચ્ચીસીના રૂપમાં રમાતી હતી આપણા ધર્મગ્રંથોમાં પણ બાલ રામ માટે અલગ અલગ રમકડાનું વર્ણન મળે છે. મોટાભાગના ભારતીય રમકડાં પ્રાકૃતિક અને ઈકો ફ્રેન્ડલી ચીજોથી બને છે. તેના ઉપયોગમાં લેવતાં રંગો પણ પ્રાકૃતિક અને સુરક્ષિત હોય છે.
પીએમ મોદીએ તેમના સંબોધનમાં ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરની એક કવિતાની પંક્તિનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું, એક રમકડું બાળકની ખુશીને અનંદ દુનિયામાં લઈ જાય છે. રમકડાનો દરેક રંગ બાળકના જીવનમાં અનેક રંગ પ્રસરાવે છે.
Magh Purnima 2021: આજે છે આ વિશેષ પર્વ, સુખ શાંતિ માટે નદીમાં સ્નાન કરવાથી ધોવાઇ જાય છે તમામ પાપ
1 માર્ચથી દૂધના ભાવ ડબલ થઈ જશે ? જાણો ટ્વીટર પર શું થઈ રહ્યું છે ટ્રેન્ડ
Corona Update: દેશમાં સતત ત્રીજા દિવસે નોંધાયા કોરોનાના આટલા કેસ, સરકારની વધી ચિંતા
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement