(Source: ECI/ABP News/ABP Majha)
PM મોદીએ ગૂગલના CEO સુંદર પિચાઇ સાથે કરી ચર્ચા, દિલ્હીમાં યોજાનારી AI સમિટ માટે આપ્યું આમંત્રણ
સુંદર પિચાઇએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ડિજિટલ ઈન્ડિયાનું વિઝન હંમેશા સમય કરતાં આગળ રહ્યું છે
PM Modi Met Google CEO: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવાર, ઑક્ટોબર 16 ના રોજ ડિજિટલ માધ્યમ મારફતે Google અને આલ્ફાબેટના સીઇઓ સુંદર પિચાઈ સાથે વાતચીત કરી હતી. પીએમ મોદીએ ભારતમાં ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ ઈકોસિસ્ટમના વિસ્તરણમાં ભાગ લેવા માટે ટેક્નોલોજી ક્ષેત્રની દિગ્ગજ કંપની Googleની યોજના અંગે ચર્ચા કરી હતી.
દિલ્હીમાં AI સમિટ માટે આપ્યું આમંત્રણ
PM @narendramodi interacts with @Google CEO @sundarpichaihttps://t.co/PgKjVNQtKs
— PMO India (@PMOIndia) October 16, 2023
via NaMo App pic.twitter.com/DVbVaoyKU8
પીએમ મોદી અને ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ વચ્ચે ડિસેમ્બર 2023માં ભારત દ્વારા નવી દિલ્હીમાં આયોજિત થનારી AI સમિટને લઈને પણ ચર્ચા થઈ હતી. પીએમ મોદીએ આગામી AI સમિટમાં વૈશ્વિક ભાગીદારીમાં યોગદાન આપવા માટે ગૂગલને પણ આમંત્રણ આપ્યું હતું.
Sundar Pichai thanks PM Modi for 'terrific' meeting on Google's commitment to India
— ANI Digital (@ani_digital) October 17, 2023
Read @ANI Story | https://t.co/mncg4IM8jn#SundarPichai #Google #PMModi pic.twitter.com/DCGGcFF20j
પીએમ મોદીએ ગૂગલના વખાણ કેમ કર્યા?
વડાપ્રધાન કાર્યાલય (PMO) એ જણાવ્યું હતું કે PM મોદીએ ભારતમાં Chromebooks બનાવવા માટે 'HP' સાથે Googleની ભાગીદારીની પ્રશંસા કરી હતી. PMOએ કહ્યું હતું કે "વડાપ્રધાને ગૂગલની 100 ભાષાઓની પહેલની પ્રશંસા કરી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સંબંધિત સોલ્યુશન્સ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવાના તેના પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી. તેમણે ગુડ ગવર્નન્સ માટે AI સોલ્યુશન્સ પર કામ કરવા માટે પણ પ્રોત્સાહિત કર્યા હતા."
સુંદર પિચાઈએ ગૂગલની યોજનાઓ વિશે માહિતી આપી
PM મોદીએ ગાંધીનગરમાં ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (GIFT)માં વૈશ્વિક ફિનટેક ઓપરેશન્સ સેન્ટર ખોલવા માટે Googleની યોજનાને આવકારી હતી. PMOએ જણાવ્યું કે સુંદર પિચાઈએ 'Google Pay' અને UPIની પહોંચ વધારીને ભારતમાં નાણાકીય સમાવેશને સુધારવાની Googleની યોજનાઓ વિશે PM મોદીને માહિતી આપી હતી.
શું કહ્યું સુંદર પિચાઈએ
ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ જણાવ્યું હતું કે અમને ગિફ્ટ સિટી, ગુજરાતમાં ગ્લોબલ ફિનટેક ઓપરેશન સેન્ટર ખોલવા વિશે જણાવતા આનંદ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ડિજિટલ ઈન્ડિયાનું વિઝન હંમેશા સમય કરતાં આગળ રહ્યું છે. મને લાગે છે કે આ એક બ્લુપ્રિન્ટ છે જેને અન્ય દેશો અનુસરશે.