શોધખોળ કરો
વિશ્વ યોગ દિવસ: PM મોદી રાંચીમાં 40 હજાર લોકો સાથે કરશે યોગ
પાંચમાં વિશ્વ યોગ દિવસે પીએમ મોદી રાંચીમાં 40થી 50 હજાર લોકો સાથે યોગ કશે.

રાંચી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર રાંચીના ધુર્વા સ્થિત પ્રભાત તારા મેદામાં લગભગ 40 હજાર લોકો સાથે યોગ કરશે. કાર્યક્રમમાં સામેલ થવા માટે વિશેષ વિમાનથી ગુરુવારે રાતે પહોંચશે. પીએમ મોદી રાંચની રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે.
પીએમ મોદી શુક્રવારે પાંચમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમમાં સવારે છ વાગ્યે 40થી 50 હજાર લોકો સાથે યોગ કશે. તે દરમિયાન મંચ પર વડાપ્રધાન મોદી સાથે રાજ્યપાલ શ્રીમતી દ્રોપદી મુર્મૂ, મુખ્યમંત્રી રઘુવર દાસ, કેન્દ્રીય આયુષ મંત્રી, શ્રીપદ યેસો નાઇક અને રાજ્યના આરોગ્યમંત્રી રામચંદ્ર ચંદ્રવંશી હાજર રહેશે.
ઝારખંડના મુખ્યમંત્રીએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું સફળ આયોજન માટે તમામ તૈયારીઓ થઈ ગઈ છે. કાર્યક્રમના સ્થળ પર સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. લોકો માટે સુવિધાઓની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ વર્ષનો કાર્યક્રમની મુખ્ય થીમ ‘યોગ ફોર હાર્ટ ’ રાખવામાં આવી છે.
અમદાવાદઃ તંદુરસ્તી અને મનની મજબૂતી માટે યોગ કેવી રીતે ઉપયોગી નીવડે છે, શું કહી રહ્યા છે યોગ તાલીમાર્થીઓ?
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ
રાજકોટ
Advertisement
