Weather Forecast: કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે દેશના 6 રાજ્યોમાં કરી ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ (IMD) એ સોમવારે પશ્ચિમ બંગાળ અને ગુજરાતના મોટા ભાગોમાં હીટવેવની આગાહી કરી છે. મહારાષ્ટ્ર, ગોવા, કેરળ સહિત 6 રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા છે.
નવી દિલ્હી: હવામાન વિભાગ (IMD) એ સોમવારે પશ્ચિમ બંગાળ અને ગુજરાતના મોટા ભાગોમાં હીટવેવની આગાહી કરી છે. મહારાષ્ટ્ર, ગોવા, કેરળ સહિત 6 રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર પૂર્વના કેટલાક રાજ્યોમાં પણ વરસાદની અપેક્ષા છે. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, દિલ્હી, પંજાબ, હરિયાણાના કેટલાક ભાગોમાં હળવા વાદળો છવાયેલા રહેશે. અહીં 20-30 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
જેના કારણે સવારે અને સાંજે તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. રાજસ્થાનમાં 2 એપ્રિલે 7 જિલ્લાઓ અને 3 એપ્રિલે 11 જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ઓડિશા અને પશ્ચિમ બંગાળના ઘણા વિસ્તારોમાં ગરમ પવન ફૂંકાયો હતો. રવિવારે છત્તીસગઢની રાજધાની રાયપુરમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો હતો. હરિયાણાના તાપમાનમાં 2.5 ડિગ્રીનો વધારો જોવા મળ્યો હતો.
આગામી 2 દિવસમાં કેવું રહેશે હવામાન ?
31 માર્ચથી 3 એપ્રિલ દરમિયાન મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં વાવાઝોડા સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે. ગુજરાત અને બિહારમાં ગરમ પવનોને કારણે તાપમાનનો પારો 2-3 ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે.
પશ્ચિમ બંગાળ અને ગુજરાતના કચ્છ-સૌરાષ્ટ્ર ભાગોમાં આગામી બે દિવસ સુધી ગરમીનું મોજું ચાલુ રહેવાની સંભાવના છે. આસામ, તમિલનાડુ, પુડુચેરી, આંધ્રપ્રદેશ, કેરળમાં 30 માર્ચથી 3 એપ્રિલની વચ્ચે ગરમ અને ભેજવાળું હવામાન આવી શકે છે.
રાજસ્થાનમાં ઉત્તરીય પવનના પ્રભાવને કારણે સવાર અને સાંજ ઠંડી રહે છે. ગઈકાલે (રવિવારે) રાજ્યના ત્રણ શહેરોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું હતું. રાજ્યમાં 2 થી 4 એપ્રિલ દરમિયાન વાદળ છવાયેલા રહેવાની અને વરસાદની સંભાવના છે. તેને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે 2 એપ્રિલે 7 જિલ્લાઓ અને 3 એપ્રિલે 11 જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.
એપ્રિલના પહેલા 3 દિવસમાં કરા, વરસાદ અને તોફાનની મજબૂત સિસ્ટમ મધ્યપ્રદેશમાં સક્રિય થઈ રહી છે. જેના કારણે રાજ્યના 40થી વધુ જિલ્લાઓમાં તેની અસર જોવા મળશે. આ પહેલા સોમવારે રતલામ, મંદસૌર, અલીરાજપુર અને બરવાનીમાં હળવો વરસાદ અને વાદળછાયું આકાશ રહેશે.
છત્તીસગઢમાં એપ્રિલના શરૂઆતના દિવસોમાં હવામાન ફરી બદલાવા જઈ રહ્યું છે. 2 એપ્રિલ પછી વરસાદ અને તેજ પવનની શક્યતા છે. જેને કારણે તેની અસર કેટલાક વિસ્તારોમાં જોવા મળશે.
ગુજરાતમાં પણ હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. અનેક જિલ્લાઓમાં સામાન્ય વરસાદ વરસી શકે છે.





















