Pegasus Scandal: પેગાસસ જાસૂસી મામલે કયા મોટા બિઝનેસમેનનો ફોન નંબર હેક થયાની આશંકા, જાણો વિગતે
ન્યૂઝ વેબસાઇટ ધ વાયરને ખબર આપી છે કે જે ફોન નંબરોનો અનિલ અંબાણી અને રિલાયન્સ ધીરુભાઇ અંબાણી (એડીજી)ના એક અન્ય અધિકારીએ ઉપયોગ કર્યો, તે નંબર તે લીક લિસ્ટમાં સામેલ છે,
નવી દિલ્હીઃ પેગાસસ જાસૂસી મામલામાં વધુને વધુ નવા ખુલાસા થઇ રહ્યાં છે. હવે રિપોર્ટ છે કે પેગાસસ જાસૂસી મામલે ઉદ્યોગપતિ અનિલ અંબાણીની સાથે એડીએ ગૃપના એક વરિષ્ઠ અધિકારીના ફોન પણ કથિત રીતે હેક કરવામાં આવ્યાની આશંકા છે. ગુરુવારે કેટલાય બીજા નામોનુ લિસ્ટ જાહેર કરવામાં આવ્યુ, જેમાં અનિલ અંબાણીનુ નામ પણ છે. જોકે એ પુષ્ટી નથી કરવામાં આવી શકી કે અનિલ અંબાણી વર્તમાનમાં તે ફોન નંબરનો ઉપયોગ કરી રહ્યાં છે કે નહીં. આ વિશે હાલ એડીએજી પાસે રિપોર્ટ વિશે પ્રતિક્રિયા નથી મળી.
ન્યૂઝ વેબસાઇટ ધ વાયરને ખબર આપી છે કે જે ફોન નંબરોનો અનિલ અંબાણી અને રિલાયન્સ ધીરુભાઇ અંબાણી (એડીજી)ના એક અન્ય અધિકારીએ ઉપયોગ કર્યો, તે નંબર તે લીક લિસ્ટમાં સામેલ છે, જેનુ વિશ્લેષણ પેગાસસ પરિયોજના સમૂહના મીડિયા ભાગીદારોએ કર્યુ હતુ.
પેગાસસ જાસૂસી મામલામાં કેટલાય ચોંકવનારા નામો-
રિપોર્ટ અનુસાર ભારતમાં દસૉ એવિએશનના પ્રતિનિધિ વેન્કટ રાવ પોસિના, સાબ ઇન્ડિયાના પૂર્વ પ્રમુખ ઇન્દ્રજીત સિયાલ અને બોંઇગ ઇન્ડિયાના પ્રમુખ પ્રત્યુષ કુમારના નંબર પણ 2018 અને 2019માં જુદાજુદા અવધિમાં લીક આંકડાઓમાં સામેલ છે ફ્રાન્સની કંપની એનર્જી ઇડીએફના પ્રમુખ હરમનજીત નેગીનો ફોન નંબર પણ લીકના આંકડામાં સામેલ છે. તે સમય દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈન્યૂઅલ મેક્રોની ભારત યાત્રા દરમિયાન અધિકારીક પ્રતિનિધિમંડળમાં સામેલ હતા.
ઉલ્લેખનીય છે કે ગયા રવિવારે એક આંતરરાષ્ટ્રીય મીડિયા ગૃપે ખુલાસો કર્યો કે ફક્ત સરકારી એજન્સીઓને જ વેચવામાં આવતા ઇઝરાયેલના જાસૂસી સૉફ્ટવેર દ્વારા ભારતના બે કેન્દ્રીય મંત્રીઓ, 40 થી વધુ પત્રકારો, વિપક્ષના ત્રણ નેતાઓ અને એક ન્યાયાધીશ સહિત મોટી સંખ્યામાં વેપારીઓ અને કાર્યકર્તાઓના 300થી વધુ મોબાઇલ નંબર હેક કરવામાં આવ્યા હોવાની આશંકા છે. ન્યૂઝ વેબસાઇટ ધ વાયરને ખબર આપી છે કે જે ફોન નંબરોનો અનિલ અંબાણી અને રિલાયન્સ ધીરુભાઇ અંબાણી (એડીજી)ના એક અન્ય અધિકારીએ ઉપયોગ કર્યો, તે નંબર તે લીક લિસ્ટમાં સામેલ છે,