શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
બિહારઃ નીતિશ કુમારે પવન વર્મા અને પ્રશાંત કિશોરને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા
જનતા દળ યુનાઇટેડ (જેડીયુ)ના બાગી નેતા પ્રશાંત કિશોર અને પવન વર્મા પર નીતિશ કુમારે મોટી કાર્યવાહી કરી છે. બંન્ને નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.
પટનાઃ જનતા દળ યુનાઇટેડ (જેડીયુ)ના બાગી નેતા પ્રશાંત કિશોર અને પવન વર્મા પર નીતિશ કુમારે મોટી કાર્યવાહી કરી છે. બંન્ને નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. નોંધનીય છે કે બુધવારે જ નીતિશ કુમારને પ્રશાંત કિશોર પર મોટો હુમલો થયો હતો અને કહ્યું હતું કે, જેને પાર્ટીમાંથી બહાર જવું હોય એ જઇ શકે છે. તેમના આ નિવેદન બાદ માનવામાં આવી રહ્યું હતું કે, જેડીયુ પ્રશાંત કિશોર પર કાર્યવાહી કરી શકે છે.
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું હતું કે, પ્રશાંત કિશોરને અમિત શાહના કહેવા પર પાર્ટીમાં સામેલ કરવામાં આવ્યા હતા. નીતિશ કુમારના આ નિવેદન બાદ પ્રશાંત કિશોરે પલટવાર કરતા કહ્યુ હતું કે, પાર્ટીમાંથી મને હાંકી કાઢવાને લઇને નીતિશ કુમાર આવું ખોટું કેવી રીતે બોલી શકે છે. તમે એક નિષ્ફળ પ્રયાસ કર્યો છે. મારો રંગ તમારા જેવો નથી. બિહારમાં સત્તાધારી જેડીયુની મંગળવારે થયેલી બેઠકમાં પ્રશાંત કિશોર જોવા મળ્યા નહોતા. એવામાં એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો કે પ્રશાંત કિશોર જેડીયુ સાથે છે કે નહીં. આ વિષય પર મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યુ હતું કે, ભાજપ નેતા અમિક શાહના કહેવા પર પ્રશાંત કિશોરને પાર્ટીમાં સામેલ કરવામાં આવ્યા હતા અને હવે તેમને જ્યાં જવું હોય ત્યાં જઇ શકે છે.Prashant Kishor tweets, "Thank you Nitish Kumar. My best wishes to you to retain the chair of Chief Minister of Bihar. God bless you.". pic.twitter.com/zaz9tmBeKL
— ANI (@ANI) January 29, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion