શોધખોળ કરો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 11 વાગ્યે ‘મન કી બાત’ કાર્યક્રમને સંબોધશે

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વર્ષ 2019નો પ્રથમ રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ને સંબોધશે. મન કી બાત કાર્યક્રમનો આ 52મો એપિસોડ છે. આ કાર્યક્રમનું પ્રસારણ 11 વાગ્યે આકાશવણી, ડીડી નેશનલ, ડીડી ન્યૂઝ અને ડીડી ઇન્ડિયા ચેનલ પર થશે.
પીએમ મોદી આજે કેરળની મુલાકાત પર છે. અહીં મદુરેમાં એમ્સ હોસ્પિટલની આધારશિલા રાખશે. સાથે રાજ્ય માટે વિભિન્ન પરિયોજનાઓની જાહેરાત પણ કરશે. આ સિવાય પીએમ મોદી તમિલનાડુની મુલાકાત પણ લેશે.
મન કી બાતના ગત એપિસોડમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, આ વર્ષે (2018) આપણા દેશે સફળતાપૂર્વરક Nuclear Triad ને પૂર્ણ કર્યું. હવે આપણે જલ, થલ અને વાયુ ત્રણેયમાં પરમાણુશક્તિથી સંપન્ન થઇ ગયા છે.
વધુ વાંચો
Advertisement





















