શોધખોળ કરો
Advertisement
વિકાસ દુબેની ધરપકડ પર પ્રિયંકા ગાંધીએ ઉઠાવ્યા સવાલ, કહ્યું- 'યોગી સરકાર ફેલ, CBI તપાસ થવી જોઇએ'
પ્રિયંકાએ ટ્વીટ કરીને કહ્યું કે ત્રણ મહિના જુના પત્ર પર ‘નૉ એક્શન’ અને કુખ્યાત ગુનાગારની યાદીમાં ‘વિકાસ’નુ નામ ના હોવુ એ બતાવે છે કે આ કેસના છેડા દુર દુર સુધીના છે. યુપી સરકારે કેસની સીબીઆઇ તપાસ કરાવીને તમામ તથ્યો અને પ્રૉટેક્શનના સંબંધોને જગજાહેર કરવા જોઇએ
નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશના મૉસ્ટ વૉન્ટેડ ગેન્સસ્ટર અને કાનપુરમાં આઠ પોલીસવાળાના હત્યારા વિકાસ દુબેને પોલીસે ઉજ્જૈનથી ગુરુવારે ઝડપી પાડ્યો છે. હત્યારા વિકાસ દુબેની મધ્યપ્રદેશના ઉજ્જૈનમાંથી પોલીસે ધરપકડ કરી લીધી છે. તેની સાથે બે સાથીઓને પણ અરેસ્ટ કરી લેવાયા છે. પરંતુ વિકાસ દુબેની ધરપકડ પર વિપક્ષ યોગી સરકાર પર નિશાન સાધી રહ્યુ છે. સમાજવાદી પાર્ટી પ્રમુખ અખિલેશ યાદવ બાદ હવે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ અનેક સવાલો ઉભા કર્યા છે.
પ્રિયંકાએ ટ્વીટ કરીને કહ્યું કે ત્રણ મહિના જુના પત્ર પર ‘નૉ એક્શન’ અને કુખ્યાત ગુનાગારની યાદીમાં ‘વિકાસ’નુ નામ ના હોવુ એ બતાવે છે કે આ કેસના છેડા દુર દુર સુધીના છે. યુપી સરકારે કેસની સીબીઆઇ તપાસ કરાવીને તમામ તથ્યો અને પ્રૉટેક્શનના સંબંધોને જગજાહેર કરવા જોઇએ.
તેને આગળ કહ્યું કે કાનપુરના જઘન્ય હત્યાકાંડમાં યુપી સરકારે જે રીતે કામ કરવુ જોઇતુ હતુ, તે પુરેપુરી ફેલ થઇ છે. એલર્ટ હોવા છતાં આરોપી ઉજ્જૈન સુધી પહોંચી ગયો. આ માત્ર સુરક્ષાના દાવાઓની જ પોલ નથી ખોલતી પણ મિલીભગત તરફ પણ ઇશારો કરે છે.
સમાજવાદી પાર્ટી પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું કે, રિપોર્ટ આવી રહ્યાં છે કે કાનપુર કાંડના મુખ્ય આરોપી પોલીસના શિકંજામાં છે. જો સરકાર નક્કી કરે કે આ આત્મસમર્પણ છે કે ધરપકડ. સાથે તેના મોાબઇલની CDR સાર્વજનિક કરે જેમાં સાચી મિલીભગતનો ભાંડો ફૂટે.
વિકાસ દુબેને મધ્યપ્રદેશના ઉજ્જૈનથી ધરપકડ કરવામાં આવ્યો છે. વિકાસ દુબેને તે સમયે ઝડપી પાડવામાં આવ્યો, જ્યારે તે ઉજ્જૈન મહાકાલના દર્શન કરીને બહાર નીકળતો હતો. વિકાસ દુબેની શોધમાં પોલીસની ટીમો સતત કામે લાગી હતી. મહાકાલ પરિસરમાં પહોંચીને વિકાસ બૂમો પાડી પાડીને બોલવા લાગ્યો કે તે વિકાસ દુબે છે. ત્યારબાદ મંદિર પરિસરના સુરક્ષા ગાર્ડે તેને પકડી લીધો અને પોલીસને સૂચના આપી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
બોલિવૂડ
દેશ
Advertisement