શોધખોળ કરો
આ રાજ્ય સરકારે લીધો ઐતિહાસિક ફેંસલો, સરકારી નોકરીઓમાં મહિલાઓને મળશે 33% અનામત
રાજ્ય સરકારે આ ઉપરાંત સ્ટેટ રોજગાર યોજના 2020-22ને પણ મંજૂરી આપી છે. આ યોજના અંતર્ગત 2022 સુધી પંજાબમાં આશરે એક લાખ યુવાનોને રાજ્યમાં રોજગારી આપવામાં આવશે.
ચંદીગઢઃ પંજાબ સરકારની કેબિનેટ મીટિંગમાં બુધવારે મહિલા અનામતને લઇ મોટો ફેંસલો લેવામાં આવ્યો હતો. પંજાબ સરકારે મહિલા સશક્તિકરણની દિશામાં મહત્વનું પગલું ભરતા રાજ્યરની સરકારી નોકરીઓમાં 33 ટકા મહિલા અનામતને મંજૂરી આપી છે. પંજાબ સીએમ ઓફિસ તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ, મંત્રીમંડળે પંજાબ સિવિલ સર્વિસેઝની સીધી ભરતી પ્રક્રિયામાં મહિલાઓનાઅનમામતની મંજૂરી આપી છે.
રાજ્ય સરકારે આ ઉપરાંત સ્ટેટ રોજગાર યોજના 2020-22ને પણ મંજૂરી આપી છે. આ યોજના અંતર્ગત 2022 સુધી પંજાબમાં આશરે એક લાખ યુવાનોને રાજ્યમાં રોજગારી આપવામાં આવશે. યોજના હેઠળ સરકારી વિભાગોમાં ખાલી પડેલા પદો પર ઝડપથી ભરતી કરવામાં આવશે.
રાજ્ય સરાકરની આ યોજના અંતર્ગત પંજાબની મહિલાઓને સરકારી નોકરીઓમાં સીધી ભરતી અને બોર્ડ્સ તથા કોર્પોરેશનના ગ્રુપ એ,બી, સી અને ડીના પડો પર ભરતીમાં 33 ટકા અનામત આપવામાં આવશે. પંજાબ સરકારનો આ ફેંસલો રાજ્યમાં મહિલા સશક્તિકરણની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આ રહ્યો છે.
Covid-19: એક સદી જૂની ટીબીની વેક્સીન કોરોના સામે આપશે રક્ષણ ? બ્રિટનમાં BCGનું એક હજાર લોકો પર થશે પરીક્ષણ
Bihar Elections 2020: ભાજપે વધુ 35 ઉમેદવારોના નામ કર્યા જાહેર, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ, જુઓ લિસ્ટ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ક્રિકેટ
દુનિયા
બિઝનેસ
Advertisement