શોધખોળ કરો

રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આદિવાસી સંમેલનમાં ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે દેશમાં આર્થિક સુનામી આવવાની છે અને ચૂંટણી પંચ સહિતની મોટી સંસ્થાઓમાં આંતરિક બળવો થઈ રહ્યો છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રાહુલ ગાંધીએ દાવો કર્યો, મોદી એક વર્ષમાં પદ છોડશે.
  • દેશમાં ભયંકર આર્થિક સુનામી અને સંસ્થાકીય બળવો થશે.
  • આદિવાસીઓના જળ, જંગલ, જમીન પર ભાજપનો પ્રહાર.

Rahul Gandhi prediction Narendra Modi: લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ બુધવારે (3 જૂન, 2026) એક કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રની ભાજપ સરકાર વિશે અત્યાર સુધીનો સૌથી ચોંકાવનારો દાવો કર્યો છે. રાહુલ ગાંધીએ ખુલ્લેઆમ કહ્યું છે કે તેમની પાસે સિસ્ટમની અંદરની માહિતી છે અને આગામી 1 જ વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદે નહીં રહે. આ ઉપરાંત તેમણે દેશમાં એક ભયંકર 'આર્થિક સુનામી' આવવાની અને સરકારી સંસ્થાઓમાં મોટા અધિકારીઓ બળવો કરી રહ્યા હોવાની વાત કહીને રાજકારણમાં નવો ગરમાવો લાવી દીધો છે.

આદિવાસી અધિકારો અને ભાજપ પર પ્રહાર

બુધવારે યોજાયેલા રાષ્ટ્રીય આદિવાસી વ્યાવસાયિક સંમેલનમાં રાહુલ ગાંધીએ લોકોને સંબોધિત કર્યા હતા. અહીં તેમણે 'આદિવાસી' અને 'વનવાસી' શબ્દ વચ્ચેનો ભેદ સમજાવતા કહ્યું કે આદિવાસીઓ જ ભારતની સંસ્કૃતિ અને ઇતિહાસનું અસલી મૂળ છે. તેમણે ભાજપ અને RSS પર સીધો પ્રહાર કરતા આરોપ લગાવ્યો કે આ લોકો આદિવાસીઓને તેમના જળ, જંગલ અને જમીનના મૂળભૂત હકોથી દૂર રાખવા માંગે છે. પરંતુ કોંગ્રેસ પાર્ટી અને તેઓ પોતે આદિવાસીઓના હક માટે લડવા હંમેશા તૈયાર છે. આ કાર્યક્રમમાં બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ અપાઈ હતી અને ટ્રાઇબલ સેલના વડા વિક્રાંત ભૂરિયાએ રાહુલ ગાંધીને પરંપરાગત આદિવાસી ટોપી પણ ભેટમાં આપી હતી.

દેશમાં આવશે ભયંકર 'આર્થિક સુનામી'

આ સંમેલનમાં રાહુલે એક મોટી ચેતવણી આપતા દાવો કર્યો કે, "દેશમાં એક એવી ભયંકર આર્થિક સુનામી આવવાની છે, જેને હવે કોઈ રોકી નહીં શકે. દરેક ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચી જશે. ભાજપે દેશની આર્થિક સુરક્ષા વ્યવસ્થા જ ખતમ કરી નાખી છે. તમે તમારા જીવનમાં ક્યારેય ન વિચારી હોય તેવી આર્થિક કટોકટી હવે આવવાની છે."

આ પણ વાંચોઃ રાહુલ ગાંધીએ PM મોદીને કહ્યા 'દેશદ્રોહી' તો મહેબૂબા મુફ્તીએ કહ્યું - ‘બીજેપીએ વાવેલા બીજ...’

સિસ્ટમમાં અંદરખાને બળવો થઈ રહ્યો છે

આટલેથી ન અટકતા રાહુલે બીજો એક સનસનીખેજ દાવો કર્યો કે દેશની સંસ્થાઓમાં આંતરિક બળવો શરૂ થઈ ગયો છે. તેમણે કહ્યું કે, "3 વર્ષ પહેલા ચૂંટણી પંચ સંપૂર્ણપણે સરકારના કંટ્રોલમાં હતું, પણ હવે મને ખુદ મુખ્ય ચૂંટણી કમિશનર તરફથી મેસેજ આવી રહ્યા છે. વરિષ્ઠ ન્યાયતંત્ર અને ઇન્ટેલિજન્સ (ગુપ્તચર) વિભાગના અધિકારીઓ બધા અંદરખાને બળવો કરી રહ્યા છે અને અમને કહી રહ્યા છે કે જે સિસ્ટમ કંટ્રોલમાં હતી તે હવે તૂટી રહી છે."

પોતાની વાત પૂરી કરતા રાહુલે કહ્યું, "સિસ્ટમ અંદરથી હલી ગઈ છે. મને ખુદ સરકારની અંદરથી પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, તેમના મંત્રીઓ અને અજિત ડોભાલ વિશે અંદરની માહિતી મળતી રહે છે. હવે એવું બની શકે કે જનતાના વધતા દબાણને દબાવવા માટે તેઓ દેશમાં કટોકટી (ઇમરજન્સી) લાદવાનો પ્રયાસ કરે. પણ મારું સ્પષ્ટ માનવું છે કે 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે."

આ પણ વાંચોઃ ‘મોટું તોફાન આવી રહ્યું છે!’ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા અને મોદીના પ્રવાસ પર રાહુલ ગાંધીની મોટી ચેતવણી!

Frequently Asked Questions

રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે શું દાવો કર્યો છે?

રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે આગામી 1 જ વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદે નહીં રહે. તેમને સિસ્ટમની અંદરથી આ માહિતી મળી છે.

રાહુલ ગાંધીએ દેશની અર્થવ્યવસ્થા વિશે કઈ ચેતવણી આપી છે?

તેમણે ચેતવણી આપી છે કે દેશમાં ભયંકર 'આર્થિક સુનામી' આવવાની છે, જેને કોઈ રોકી શકશે નહીં. ભાજપે દેશની આર્થિક સુરક્ષા વ્યવસ્થા ખતમ કરી નાખી છે.

રાહુલ ગાંધીએ સરકારી સંસ્થાઓમાં 'બળવો' થવા અંગે શું કહ્યું છે?

રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે ચૂંટણી પંચ, વરિષ્ઠ ન્યાયતંત્ર અને ગુપ્તચર વિભાગના અધિકારીઓ અંદરખાને બળવો કરી રહ્યા છે. તેમને મુખ્ય ચૂંટણી કમિશનર તરફથી પણ મેસેજ મળી રહ્યા છે.

આદિવાસીઓના અધિકારો અને ભાજપ પર રાહુલ ગાંધીએ શું ટિપ્પણી કરી?

તેમણે કહ્યું કે આદિવાસીઓ જ ભારતની સંસ્કૃતિનું મૂળ છે. ભાજપ તેમને જળ, જંગલ અને જમીનના હકોથી દૂર રાખવા માંગે છે, જ્યારે કોંગ્રેસ આ હકો માટે લડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
Weather Update: ગુજરાત સહિત કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
Weather Update: ગુજરાત સહિત કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
Air India: એર ઇન્ડિયાની ફ્લાઇટમાં  ટર્બ્યુલન્સ, દિલ્હીમાં સુરક્ષિત લેન્ડિંગ, મુસાફરોને સમાન્ય ઇજાઓ
Air India: એર ઇન્ડિયાની ફ્લાઇટમાં  ટર્બ્યુલન્સ, દિલ્હીમાં સુરક્ષિત લેન્ડિંગ, મુસાફરોને સમાન્ય ઇજાઓ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા
Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા
2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર
2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
શું WhatsApp પર આવી છે ઈન્કમ ટેક્સની નોટિસ? સાયબર ઠગ આ રીતે લોકોને બનાવી રહ્યા છે શિકાર
શું WhatsApp પર આવી છે ઈન્કમ ટેક્સની નોટિસ? સાયબર ઠગ આ રીતે લોકોને બનાવી રહ્યા છે શિકાર
Embed widget