શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ડોક્ટરને આ સ્વરૂપવાન યુવતી સાથે બંધાયા સંબંધ, ડોક્ટર પત્નિને ખબર પડી ને કર્યું એવું કે........
આરોપી મહિલા ડોક્ટર સીમાએ કહ્યું હતું કે, પતિ ડો. સુદીપના દીપા સાથે આડા સંબંધો ધરાવતો હતો. શ્વાસ રુંધાવાના કારણે દીપા ગુર્જર નામની યુવતી અને તેના 6 વર્ષીય પુત્રનું મોત નિપજ્યું હતું.
ગુરૂવાર સાંજે ભરતપુરના પોશ વિસ્તારમાં મહિલા ડોક્ટરે ડોક્ટર પતિની પ્રેમિકાના ઘરને આગ ચાંપી દીધી હતી અને બહારથી લોક મારી દીધું હતું. શ્વાસ રુંધાવાના કારણે દીપા ગુર્જર નામની યુવતી અને તેના 6 વર્ષીય પુત્રનું મોત નિપજ્યું હતું. ચોંકાવનારી વાત તો એ છે કે, આ હત્યાકાંડ આડા સંબંધોની શંકાને કારણે કરાયો છે તેવું પોલીસનું કહેવું છે.
આરોપી મહિલા ડોક્ટર સીમાએ કહ્યું હતું કે, પતિ ડો. સુદીપના દીપા સાથે આડા સંબંધો ધરાવતો હતો. પોલીસે હાલ સીમા ગુપ્તા અને તેમની સાસુની ધરપકડ કરી છે. સીમા ગુસ્સામાં દીપાના ઘરે કોલ્ડ ડ્રિંકની બોટલમાં કેરોસીન લઈને પહોંચી હતી. એટલું જ નહીં દીપા અને તેનો દીકરો બચી ન શકે તેના માટે તેને બહારથી જ લોક મારી દીધું હતું.
આગ લાગ્યા બાદ દીપા અને તેનો દીકરો આમ તેમ ભાગવા લાગ્યા હતા અને બૂમા બૂમ કરી મુકી હતી પરંતુ કોઈએ બચાવવાની હિંમત કરી નહતી. આગ ઓલવાયા બાદ મા-દીકરા બન્નેના મૃતદેહ રસોડામાંથી મળી આવ્યા હતા.
સીમાના જણાવ્યા પ્રમાણે, તે અને તેની સાસુ માત્ર દીપાને ધમકાવવા માટે આવી હતી પરંતુ બોલાચાલી થતાં તે તેના ગુસ્સા પર કાબુ કરી શકી ન હતી અને ગુસ્સામાં જ કેરોસીન છાંટીને આગ ચાંપી દીધી હતી. હું ગભરાઈ ગઈ ત્યાં સુધી તો આગ ચારેય બાજુ ફેલાઈ ગઈ હતી. મને નહોંતી ખબર કે વાત આટલી બધી આગળ વધી જાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
આઈપીએલ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion