શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં રેડ ઝોનમાં ઓટો રિક્ષા ચલાવવાની સરકારે આપી મંજૂરી, જાણો વિગતે
ઓટો યૂનિયનના અધ્યક્ષ કુલદીપ સિંહે કહ્ય, જયપુરમાં 40,000 ઓટો રિક્ષા છે. લોકડાઉન દરમિયાન તેમની સેવા ઠપ થઈ ગઈ છે.
જયપુરઃ લોકડાઉન 4.0માં જિંદગી ફરીથી પાટા પર લાવવાની કવાયત ચાલુ છે. આ કડીમાં રાજસ્થાન સરકારે ટેક્સ તથા ઓટો રિક્ષાને રેલવે સ્ટેશન, એરપોર્ટ અને રેડઝોનમાં આવેલી હોસ્પિટલોમાં સંચાલિત કરવાની મંજૂરી આપી છે. જોકે, કંટેંનમેંટ ઝોનમાં કોઈપણ પ્રકારની છૂટ હજુ આપવામાં આવી નથી.
ઓટો યૂનિયનના અધ્યક્ષ કુલદીપ સિંહે કહ્ય, જયપુરમાં 40,000 ઓટો રિક્ષા છે. લોકડાઉન દરમિયાન તેમની સેવા ઠપ થઈ ગઈ છે. દિશા નિર્દેશ પ્રમાણે ઓટો રિક્ષાનું સંચાલન શરૂ થઈ ગયું છે, પરંતુ બે મહિના દરમિયાન થયેલા નુકસાનમાંથી બહાર નીકળવામાં સમય લાગશે.
કુલદીપ સિંહે કહ્યું કે બજાર ખૂલ્યા બાદ વેપાર શરૂ થઈ શકે છે પરંતુ તેમ છતાં અમે સરકારને સેવાઓના સંચાલનની મંજૂરી આપવા માટે આભાર માનીએ છીએ. ઓટો રિક્ષા ચાલકોને પણ તમામ દિશા નિર્દેશોનું પાલન કરવાનું જણાવાયું છે.
ઓટો રિક્ષા ચાલકોએ સરકારના ફેંસલાનું સ્વાગત કર્યુ હતું. એક ઓટો રિક્ષા ચાલકે જણાવ્યું કે, લોકડાઉનના કારણે અમે આર્થિક પરેશાનીનો સામનો કરી રહ્યા હતા પરંતુ અમે આશા છે કે જલદી બધું ઠીક થઈ જશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
અમદાવાદ
સ્પોર્ટ્સ
Advertisement
gujarati.abplive.com
Opinion