શોધખોળ કરો
રાજસ્થાન સરકારનો મોટો નિર્ણય, મીઠાઈની દુકાન સહિત વાહનોના શો રૂમ ખોલવાની આપી મંજૂરી
રાજસ્થાન સરકારે રેસ્ટોરેંટ્સ, મીઠાઈ દુકાન, ભોજનાલય ખોલવાની મંજૂરી આપી છે. જોકે હોટસ્પોટ વિસ્તારમાં છૂટ નથી આપવામાં આવી.

જયપુરઃ દેશમાં કોરના વાયરસનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો. આ દરમિયાન રાજસ્થાનની ગેહલોત સરકારે આર્થિક ગતિવિધિ શરૂ કરવા મોટો ફેંસલો લીધો છે. દેશમાં લાગુ લોકડાઉન દરમિયાન રાજસ્થાન સરકારે નિયમોમાં ઢીલ આપી છે. રાજસ્થાન સરકારે નિયમોમાં આપી ઢીલ રાજસ્થાન સરકારે રેસ્ટોરેંટ્સ, મીઠાઈ દુકાન, ભોજનાલય ખોલવાની મંજૂરી આપી છે. જોકે હોટસ્પોટ વિસ્તારમાં છૂટ નથી આપવામાં આવી, માત્ર ટેક અવે અને હોમ ડિલિવરી માટે સરકારે આદેશ જાહેર કર્યા છે. આ ઉપરાંત હાઈવે પર ઢાબા ખોલવાનો રસ્તો પણ મોકળો થઈ ગયો છે.
સરકારના આ ફેંસલાથી હાર્ડવેર, બિલ્ડિંગનો સામાન, એર કૂલર, ઈલેક્ટ્રિક, ઈલેક્ટ્રિક મટિરિયલ, રિપેરિંગની દુકાન, વાહનોના શો રૂમ ખોલવાનો સરકારનો તાજો ફેંસલો રાહત લઈને આવ્યો છે. રાજસ્થાનમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા 4328 સુધી પહોંચી ગયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 121 લોકોના મોત થયા છે. આરોગ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 78 હજારને વટાવી ગઈ છે.Restaurants, eateries, mithai shops (for take away/home delivery only), all dhabas on highways, hardware, building material, AC, Cooler, TV, Electronic, Electric Material& electronic repair shops and automobile sale outlets may open: Rajasthan Govt pic.twitter.com/UTBocd9RGQ
— ANI (@ANI) May 13, 2020
વધુ વાંચો





















