અફઘાનિસ્તાનમાં કવરેજ કરતા ભારતીય પત્રકાર દાનિશ સિદ્દીકીની હત્યા
અફઘાનિસ્તાનમાં રોઇટર્સના ફોટો પ્રત્રકાર દાનિશ સિદ્દીકની હત્યા થઇ ગઇ છે. દાનિશ સિદ્દીકી અફઘાનિસ્તાનની સ્થિતિ પર કવરેજ કરવા માટે છેલ્લા કેટલાક સમયથી અફઘાનિસ્તામાં હતા.
કાબુલ:અફઘાનિસ્તાનમાં રોઇટર્સના ફોટો પત્રકાર દાનિશ સિદ્દીકીની હત્યા થઇ ગઇ.દાનિસ દિલ્લીના રહેનાર છે. દાનિશ સિદ્દીકી અફઘાનિસ્તાનની સ્થિતિ પર કવરેજ કરવા માટે છેલ્લા કેટલાક સમયથી અફઘાનિસ્તામાં હતા. અફઘાનિસ્તાનની ન્યુઝ ચેનલ ટોલો ન્યુઝના સૂત્રોના હવાલાથી આ વાતની જાણકારી મળી છે. દાનિશની હત્યા કાંધારના સ્પિન બોલ્ડકમાં થઇ હતી. જ્યાં તેઓ વર્તમાન સ્થિતિને કવર કરી રહ્યાં હતા.
ઉલ્લેખનિય છે કે, અમેરિકા સૈનિકોની વાપસી બાદ અહીં ભીષણ હિંસા ચાલું છે. સિદ્દીકી છેલ્લા કેટલાક દિવસથી કાંધારના હાલતની સ્થિતિનો ચિતાર જાણવા માટે અને કવરેજ કરવા માટે કામ કરી રહ્યાં હતા. સીદ્દીકીએ તેના કરિયરની શરૂઆત ટીવી રિપોર્ટના રૂપે કરી હતી ત્યારબાદ તે ફોટો જર્નાલિસ્ટ બની ગયા હતા.
દાનિશ સિદ્દીકીને વર્ષ 2018માં તેમના સહયોગી અદનાન આબિદની સાથે પુલિત્ઝર પુરસ્કાર જિત્યો હતો. તે સમયે તે પુલિત્ઝર પુરસ્કાર જીતનાર પહેલા ભારતીય બન્યા હતા. દાનિશે રોહિંગ્યા શરણાર્થી સંકટને પણ કવર કર્યો કર્યું હતું.
આ પહેલા દાનિશે 13 જૂને ટવિટ કરીને જાણકારી આપી હતી કે, તે જે વાહનમાં સવાર છે. તેના પર હુમલો થયો હતો. તેમણે લખ્યું કે, “મારી નસીબ સારા કે હું સુરક્ષિત રહ્યો”
અફઘાનિસ્તાનમાં ચાલે રહેલ સંકટનું દાનિશ સતત તેમના કેમેરાથી શૂટ કરીને તેમના ટવિટર હેન્ડલ પર શેર કરતા હતા. તેમના હેન્ડલ દ્રારા દાનિશ સીદ્દીકીએ અફઘાનિસ્તાથી અનેક પ્રકારના જીવનને એક સાથે બતાવવાની કોશિશમાં લાગેલા હતા.
પુલિત્ઝર અવોર્ડથી સન્માનિત થઇ ચૂકેલા દાનિશ સિદ્દીકીની ગણતરી બેસ્ટ ફોટો જર્નાલિસ્ટમા થાય છે.તે હાલ આંતરરાષ્ટ્રીય એજન્સી Reutersની સાથે કાર્યરત હતા હાલ ફોટો જર્નાલિસ્ટ તરીકે દાનિસ સિદ્દીકી કવરેજ કરી રહ્યાં હતા.
દાનિશે અફઘાનિસ્તાનની હિસાની અનેક તસવીરો અને ફોટો ટવિટ પર શેર કર્યાં હતા. તેમની ગાડી પર હુમલો થયો હતો. તેનો વીડિયો પણ તેમને ટ્વિટ કર્યો હતો.. તેમના હેન્ડલ દ્રારા દાનિશ સીદ્દીકીએ અફઘાનિસ્તાથી અનેક પ્રકારના જીવનને એક સાથે બતાવવાની કોશિશમાં લાગેલા હતા.