શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
બીજેપીમાં સામેલ થવા અંગે સચિન પાયલટે શું આપ્યુ મોટુ નિવેદન, જાણો વિગતે
સચિન પાયલટે કહ્યું કે, હું બીજેપીમાં સામેલ નથી થઇ રહ્યો, પણ આગળની રણનીતિ બનાવી રહ્યો છું. સચિન પાયલટ આજે પ્રેસ કૉન્ફરન્સ કરીને પોતાની રણનીતિનો ખુલાસો કરી શકે છે. આવામાં જોવાનુ એ રહ્યું કે, આગળ કઇ દિશમાં તે પગલુ ભરશે
![બીજેપીમાં સામેલ થવા અંગે સચિન પાયલટે શું આપ્યુ મોટુ નિવેદન, જાણો વિગતે sachin pilot said i am not joining bjp but planning about ahead બીજેપીમાં સામેલ થવા અંગે સચિન પાયલટે શું આપ્યુ મોટુ નિવેદન, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/07/15015424/Sachin-tweet.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ રાજસ્થાનના ઉપમુખ્યમંત્રી અને પ્રદેશના અધ્યક્ષ પદ પરથી સચિન પાયલટને હટાવી દીધા બાદ કેટલીક અટકળો શરૂ થઇ છે, લોકો કયાસ લગાવી રહ્યાં છે કે સચિન પાયલટ બીજેપીમાં સામેલ થઇ જશે. હવે આ મામલે સચિન પાયલટે ખુલાસો કર્યો છે.
સચિન પાયલટે કહ્યું કે, હું બીજેપીમાં સામેલ નથી થઇ રહ્યો, પણ આગળની રણનીતિ બનાવી રહ્યો છું. સચિન પાયલટ આજે પ્રેસ કૉન્ફરન્સ કરીને પોતાની રણનીતિનો ખુલાસો કરી શકે છે. આવામાં જોવાનુ એ રહ્યું કે, આગળ કઇ દિશમાં તે પગલુ ભરશે.
સ્પીકર તરફથી સચિન પાયલટ સહિત 19 ધારાસભ્યોને નોટિસ મોકલવામાં આવી છે, અને 17 જુલાઇ સુધી પોતાની સ્ટેન્ડ ક્લિયર કરવાનુ કહેવામાં આવ્યું છે. હાલ સચિન પોતાના વકીલો સાથે વાતચીત કરી રહ્યો છે. સુત્રો અનુસાર સચિન પાયલટ નવી પાર્ટી પણ બનાવી શકે છે.
સચિન પાયલટને ઉપમુખ્યમંત્રી અને રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ પદથી હટાવી દેવામાં આવ્યા હતા, બાદમાં તેમના સમર્થનમાં કેટલાક બીજા નેતાઓએ પણ પોતાનુ રાજીનામુ ધરી દીધુ હતુ. ટોંકમાં લક્ષ્મણ સિંહ ગાતા સહિત 59 પદાધિકારીઓએ પણ પોતાનુ રાજીનામુ આપી દીધુ હતુ.
સચિન પાયલટે એક ટ્વીટમાં કહ્યું કે, મારા સમર્થનમાં જે લોકો આવ્યા છે, તે તમામને મારા હાર્દિક ધન્યવાદ અને આભાર છે. સચિન પાયલટે કહ્યું કે સત્ય પરેશાન થઇ શકે છે પણ પરાજિત નહીં.
ખાસ વાત છે કે કોંગ્રેસ પાર્ટીના સચિન પાયલટ સામેની કાર્યવાહી બાદ રાજ્યમાં અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન શરૂ થઇ ગયુ હતુ. રાજ્યમાં ગર્જુર સમુદાય બહુમતી વિસ્તારોમાં વધારે પ્રદર્શન થયુ હતુ. જેમાં દૌસા, અજમેર, ટોંક, સવાઇ માધોપુર અને ભરતપુર સામેલ હતા.
![બીજેપીમાં સામેલ થવા અંગે સચિન પાયલટે શું આપ્યુ મોટુ નિવેદન, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/07/14221542/SP-removed-300x210.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)