શોધખોળ કરો
Advertisement
સંજય કોઠારી બન્યા નવા CVC,રાષ્ટ્રપતિ કોવિંદે લેવડાવ્યા શપથ
આ દરમિયાન વડાપ્રધાન મોદી, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને અન્ય લોકો હાજર હતા.
નવી દિલ્હીઃ સંજય કોઠારીને સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર (CVC)ના પદ પર શનિવારે સવારે શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને શપથ અપાવ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન મોદી, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને અન્ય લોકો હાજર હતા.
કોરોના વાયરસના કારણે સમારોહમાં હાજર તમામ લોકોએ માસ્ક પહેર્યું હતું. આ દરમિયાન સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરાયું હતું. ખુરશીઓ ખૂબ દૂર-દૂર રાખવામાં આવી હતી.
સંજય કોઠારી હરિયાણા કેડરમાં વર્ષ 1978 બેન્ચના આઇએએસ અધિકારી છે. કોઠારી જૂન 2016માં ડીઓપીટી સચિવ તરીકે નિવૃત થયા હતા. ફેબ્યુઆરી મહિનામાં વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં પસંદગી સમિતિની બેઠકમાં તેમની નિમણૂકને મંજૂરી અપાઇ હતી. એ સમયે કોગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ તેનો વિરોધ કર્યો હતો. બેઠકમાં સામેલ ગૃહ મંત્રી અમિત શાહ, જીતેન્દ્ર સિંહ, રાજીવ ગૌબા અને સી ચંદ્રમૌલીએ સમર્થન આપ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
દેશ
Advertisement