શોધખોળ કરો
Advertisement
ભાગલાવાદી નેતાઓના પાસપોર્ટ થશે જપ્ત, ઝેડ સિક્યોરિટી પણ પરત લઈ શકે છે મોદી સરકાર!
નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરના ભાગલાવાદી નેતાઓ પર મોદી સરકાર કડક વલણ અપનાવવાનું મન બનાવી લીધું છે. એબીપી ન્યૂઝને સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે, તેમના પાસપોર્ટ જપ્ત પણ થઈ શકે છે. ઝેડ સિક્યોરિટી પરત લેવામાં આવી શકે છે. ભાગલાવાદી નેતાઓએ શ્રીનગરમાં મળવા આવેલ સર્વપક્ષીય ટીમની સાતે ખરાબ વર્તન કર્યું હતું. વાતચીતમાં સામેલ પણ થયાન હતા. ત્યાર બાદ મોદી સરકાર કડક વલણ અપનાવવાના મુડમાં છે.
સર્વપક્ષીય ટીમને ન મળ્યા હતા ભાગલાવાદી નેતા
શ્રીનગરમાં શાંતિ માટે વાતચીત કરવા માટે ગયેલ સર્વપક્ષીય ટીમનીસાથે વાત ન કરીને જમ્મુ કાશ્મીરના ભાગલાવાદી નેતાઓએ સારું નથી કર્યું. ભાગલાવાદી નેતા દરવાજા આવેલ નેતાઓને મળવા માટે પણ તૈયાર થયા ન હતા. સરકારે ભાગલાવાદી નેતાઓના વર્તનને ખરાબ ગણ્યું છે. હવે ભાગલાવાદીને લઈને કડક વલણ અપનાવવામાં મુડમાં છે સરકાર. એબીપી ન્યૂઝના સૂત્રો અનુસાર હવે સરકાર ભાગલાવાદી નેતાઓ પર ગાળીયો વધારે મજબૂત કરશે.
પાસપોર્ટ જપ્ત થાય તો પાકિસ્તાન નહીં જઈ શકે ભાગલાવાદી નેતા
ભાગલાવાદી નેતાઓના પાસપોર્ટ જપ્ત કરવામાં આવી શકે છે. પાસપોર્ટ રદ્દ થવાની સ્થિતિમાં ભાગલાવાદી નેતા પાકિસ્તાન નહીં જઈ શકે. ભાગલાવાદી હુર્રિયત કોન્ફરન્સના નેતા સૈયદ અલી શાહ ગિલાની, યાસીન મલિક અને મીર વાઈસ ઉમર ફારુખને મળતી ઝેડ સિક્યોરિટીની પુરક્ષ પણ પરત ખેંચવામાં આવશે. બેંક ખાતાની પણ તપાસ કરવામાં આવશે. એટલે કે સરકાર તપાસ કરશે કે આમના ખાતામાં રૂપિયા આવે છે ક્યાંથી. જેમની વિરૂદ્ધ કેસ પડતર પડ્યા છે તેની તપાસ પૂરી કરવામાં આવશે.
ગિલાનીના પુત્ર નઇમ ગિલાની પર એનઆઈએ ગાળીયો મજબૂત કર્યો
સર્વપક્ષીય ટીમના આવતા પહેલા સૈયદ અલી શાહ ગિલાનીના પુત્ર નઈમ ગિલાની પર એનઆઈએએ ગાળીયો મજબૂત કર્યો છે. નઈમ પર આતંકવાદી સંગઠન હિજબુલના સૈયદ સલાઉદીન પાસેથી રૂપિયા લેવાનો આરોપ છે.
ભાગલાવાદીઓએ દિલ્હીના સાંસદોનું અપમાન તો કર્યું પરંતુ કોઈ શીખ ન લીધી. સર્વપક્ષીય ટીમના પ્રમુખ અને ગૃહપ્રધાન રાજનાથ સિંહએ કહ્યું પણ હતું કે વાતચીત માટે અમારા દરવાજા જ નહીં પરંતુ રોશનદાન પણ ખુલા છે. તેમ છતાં ભાગલાવાદી દૂર જ રહ્યા.
ભાગલાવાદીઓ વિરૂદ્ધ સીએમ મેહબૂબા પણ કડક
ભાગલાવાદીઓને વાતચીત માટે આમંત્રણ આપનારી જમ્મુ કાશ્મીરના સીએમ મેહબૂબા મુફ્તીએ પણક કડક વલણ અપનાવ્યું છે. આરોપ લગાવ્યા છે કે, ભાગલાવાદી કાશ્મીર ખીણમાં બાળકોને હિંસા માટે ભડકાવી રહ્યા છે. પરંતુ પોતાના બાળકોને વિદેશમાં અભ્યાસ કરાવી રહ્યા છે.
જમ્મુ કાશ્મીરમાં જે કંઈ પણ થયું તેનો અહેવાલ પીએમ મોદીને મળી ચૂક્યો છે અને ત્યાર બાદ જ ભાગલાવાદીઓને પાઠ ભણાવવાનું ઓપરેશન શરૂ થવા જઈ રહ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement