મહારાષ્ટ્ર સંકટઃ સંજય રાઉતે શિન્દે ગૃપ પર સાધ્યુ નિશાન, બોલ્યા- ક્યાં સુધી સંતાશો ગૌહાટીમાં.................
આ પહેલા શનિવારે સંજય રાઉતે વિરોધીઓને ખુલ્લો પડકાર ફેંક્યો હતો, તેમને કહ્યું હતુ કે શિવસેના અમારા લોહીથી બની છે, આને આમ જ હાઇજેક નથી કરી શકાતી.
Maharashtra Politics: મહારાષ્ટ્રમાંમાં રાજકીય ઉથલપાથલની વચ્ચે એકવાર ફરીથી શિવસેના સાંસદ સંજય રાઉત (Sanjay Raut)નુ નિવેદન ચર્ચામાં આવ્યુ છે. સંજય રાઉતે પોતાના નિવેદનોથી સતત એકનાથ શિન્દે ગૃપને નિશાને લીધુ છે. આજે એકવાર ફરીથી સંજય રાઉતે પોતાના ટ્વીટ દ્વારા દ્વારા ઇશારો ઇશારોમાં એકનાથ શિન્દે અને બળવાખોર ધારાસભ્યો પર કટાક્ષ કર્યો છે. રાઉતે ટ્વીટ કરીને કહ્યું કે કબ તક છિપોંગો ગુવાહાટી મે, આની હી પડેગા ચૌપાટી મે...
આ પહેલા શનિવારે સંજય રાઉતે વિરોધીઓને ખુલ્લો પડકાર ફેંક્યો હતો, તેમને કહ્યું હતુ કે શિવસેના અમારા લોહીથી બની છે, આને આમ જ હાઇજેક નથી કરી શકાતી. સંજય રાઉતે કહ્યું કે, - મહારાષ્ટ્ર વિધાનસભાના ફ્લૉર પર આવો, જોઇએ કોનામાં કેટલો છે દમ, હું હવામાં કોઇ વાત નથી કરતો. જે ઉદ્વવજી કહે છે હું તે જ કહું છું, તે પોતાના ધારાસભ્ય પદ બચાવે. અમે કોઇની સુરક્ષા નથી હટાવી, લોકોમાં ગુસ્સો છે. હું દેવેન્દ્ર ફડણવીસને કહીશ કે તે આ ઝમેલમાંથી બહાર જ રહે, નહીં તો ફંસાઇ જશે.
कब तक छीपोगे गोहातीमे..
— Sanjay Raut (@rautsanjay61) June 26, 2022
आना हि पडेगा.. चौपाटीमे.. pic.twitter.com/tu4HcBySSO
Maharashtra Political Crisis: એકનાથ શિંદેએ કહ્યુ- 'શિવસેનાને MVAના ચુંગાલમાંથી મુક્ત કરાવવા સંઘર્ષ કરી રહ્યો છુ'
Maharashtra Political Crisis: શિવસેનાના બળવાખોર જૂથના નેતા એકનાથ શિંદેએ શિવસૈનિકોને સંબોધતા ટ્વીટમાં દાવો કર્યો હતો કે તેઓ શિવસેનાને મહારાષ્ટ્ર વિકાસ અઘાડી સરકારની પક્કડમાંથી મુક્ત કરાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. તેમણે લખ્યું કે સારી રીતે સમજો. MVA ની રમતને ઓળખો..! હું એમવીએના અજગરની ચુંગાલમાંથી શિવસેના અને શિવસૈનિકોને છોડાવવા માટે લડી રહ્યો છું. આ લડાઈ તમારા શિવસૈનિકોના ભલા માટે સમર્પિત છે. તમારા એકનાથ સંભાજી શિંદે."
प्रिय शिवसैनिकांनो,
— Eknath Shinde - एकनाथ शिंदे (@mieknathshinde) June 25, 2022
नीट समजून घ्या, म.वि.आ. चा खेळ ओळखा..! MVA च्या अजगराच्या विळख्यातून शिवसेना व शिवसैनिकांना सोडवण्यासाठीच मी लढत आहे. हा लढा तुम्हा शिवसैनिकांच्या हिता करीता समर्पित.... आपला एकनाथ संभाजी शिंदे.#MiShivsainik
અગાઉ, અસંતુષ્ટ શિવસેનાના ધારાસભ્ય દીપક કેસરકરે શનિવારે કહ્યું હતું કે બળવાખોર જૂથ પાસે વિધાનસભા પક્ષમાં બે તૃતીયાંશ બહુમતી છે અને તેમણે એકનાથ શિંદેને તેમના નેતા તરીકે નિયુક્ત કર્યા છે.
આ પણ વાંચો.........
Health tips: મખાના ખાવાના ફાયદા જાણી તમે પણ ચોંકી જશો, સ્વાસ્થ્યને થશે અનેક લાભ
India vs England: ઇગ્લેન્ડ ટેસ્ટ અગાઉ ટીમ ઇન્ડિયાને ઝટકો, આ દિગ્ગજ ખેલાડીને થયો કોરોના
US Green Card: અમેરિકા જવા માંગતા ભારતીયો માટે શું છે સારા સમાચાર ? જાણીને થઈ જશો ખુશ
Gujarat Riots:તિસ્તા સેતલવાડને લઈને ATSની ટીમ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પહોંચી
Health Tips: ડાયેટમાં આજે જ સામેલ કરો આ 5 કાળી વસ્તુઓ, સ્વાસ્થ્ય માટે છે ખૂબ જ ફાયદાકારક