શોધખોળ કરો
Advertisement
#MeToo: સફળતા મેળવવા માટે મહિલાઓ શોર્ટ કટ અપનાવે છે, BJPના ક્યા ધારાસભ્યએ આપ્યું નિવેદન
નવી દિલ્હીઃ MeToo કેમ્પેઇન હેઠળ દરરોજ નવા નવા ખુલાસાઓ થઇ રહ્યા છે. બોલિવૂડથી લઇને રાજનીતિ અને પત્રકારત્વ જેવા મહત્વના ક્ષેત્રો સાથે જોડાયેલી મહિલાઓએ પોતાની સાથે થયેલા જાતીય શોષણ અને ખરાબ વ્યવહારના કરતૂતોનો ભાંડો ફોડ્યો હતો. મહિલાઓએ વ્યાપક પ્રમાણમાં સમર્થન મળી રહ્યું છે. કેટલાક લોકો ટાઇમિંગનો હવાલો આપીને ફરિયાદકર્તાઓના ઇરાદા પર સવાલ ઉઠાવી રહ્યા છે.
ભારતીય જનતા પાર્ટીના સાંસદ ઉદિત રાજ બાદ હવે પાર્ટીની એક મહિલા ધારાસભ્યએ સવાલ ઉઠાવ્યા છે. મધ્યપ્રદેશના ઇન્દોરથી બીજેપી ધારાસભ્ય ઉષા ઠાકુરે કહ્યું કે, મહિલાઓ કરિયરમાં સફળતા મેળવવા માટે શોર્ટ કટ અપનાવે છે. પોતાના નિવેદનોને લઇને ચર્ચામાં રહેનારા ઉષા ઠાકુરે #MeToo કેમ્પેઇન હેઠળ સામે આવેલી ઘટનાઓને લઇને કહ્યું કે, મહિલાઓ પોતાના સ્વાર્થ માટે નૈતિક મૂલ્યો સાથે સમાધાન કરી લે છે. સમાધાનને કારણે મહિલાઓ સમસ્યાઓમાં ફસાય છે. જીવન મૂલ્યો સાથે સમાધાન કરીને મેળવેલી સફળતા નિરર્થક છે.
કેન્દ્રિય વિદેશ રાજ્યમંત્રી અને પૂર્વ પત્રકાર એમ જે અકબર પર અનેક મહિલાઓએ જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે જેને લઇને વિપક્ષ પાર્ટીઓ તેમના રાજીનામાની માંગણી કરી રહી છે. જેના પર ઉષા ઠાકુરે કહ્યું કે, રાજીનામાથી સમસ્યાનો ઉકેલ નહી આવે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
એસ્ટ્રો
Advertisement