શોધખોળ કરો

Sirmour News: ગર્લ્સ હોસ્ટેલના વોશરૂમમાં સફાઈ કર્મચારીએ બનાવ્યો વીડિયો; રોષે ભરાયેલી વિદ્યાર્થિનીઓ ચખાડ્યો મેથીપાક

Himachal Pradesh News: સિરમોરમાં આવેલી એટરનલ યુનિવર્સિટીના ગર્લ્સ હોસ્ટેલમાં એક શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં એક સફાઈ કર્મચારી મહિલા વિદ્યાર્થીઓનો વીડિયો બનાવતા ઝડપાઈ ગયો છે. વિદ્યાર્થીઓએ આરોપી ચેચન સાહુને પકડીને પોલીસને સોંપી દીધો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • યુનિવર્સિટી હોસ્ટેલમાં સફાઈ કર્મચારી વિદ્યાર્થીનીઓના વીડિયો બનાવતો ઝડપાયો.
  • વિદ્યાર્થીનીઓએ આરોપીને પકડી, માર મારી પોલીસને સોંપ્યો.
  • યુનિવર્સિટી મેનેજમેન્ટ પર મામલો દબાવવાનો પ્રયાસનો આરોપ.
  • પોલીસે આરોપીની ધરપકડ કરી, ફોરેન્સિક તપાસ શરૂ કરી.

Himachal Pradesh News: હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લાના નાહન (બડૂ સાહિબ) સ્થિત એટર્નલ યુનિવર્સિટી (Eternal University) માંથી સુરક્ષામાં અત્યંત શરમજનક અને ગંભીર ખામીનો મામલો સામે આવ્યો છે. અહીં ગર્લ્સ હોસ્ટેલના વોશરૂમમાં એક સફાઈ કર્મચારી દ્વારા કથિત રીતે વિદ્યાર્થીનીઓનો વીડિયો રેકોર્ડ કરવાની સનસનાટીભરી ઘટના બની છે. આ ઘટનાથી હોસ્ટેલમાં ભારે હડકંપ અને દહેશતનો માહોલ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપી સફાઈ કર્મચારીની ઓળખ ઝારખંડના રહેવાસી છેદન સાહુ તરીકે થઈ છે. જ્યારે વિદ્યાર્થીનીઓને વોશરૂમમાં વીડિયો બનાવવામાં આવતો હોવાની શંકા ગઈ, ત્યારે તેમનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. આરોપીએ પોતાની જાતને ફસાયેલી જોઈને પોતાના મોબાઈલમાંથી વીડિયો ડિલીટ કરી પુરાવા મિટાવવાનો પ્રયાસ કર્યો અને ત્યાંથી ભાગવા લાગ્યો હતો. પરંતુ જાગૃત વિદ્યાર્થીનીઓએ સમજદારી બતાવી તેને ભાગતા પહેલા જ પકડી લીધો, તેની બરાબરની પીટાઈ કરી અને ત્યારબાદ તેને પોલીસને હવાલે કરી દીધો હતો.

આ પણ વાંચો... AAP છોડીને ભાજપમાં આવેલા રાઘવ ચઢ્ઢાનું વધ્યું કદ, રાજ્યસભામાં મળી આ મોટી જવાબદારી

યુનિવર્સિટી મેનેજમેન્ટ પર મામલો દબાવવાનો આરોપ
આ સમગ્ર હોબાળા વચ્ચે યુનિવર્સિટી મેનેજમેન્ટની ભૂમિકા પર પણ ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘટના બાદ અંદાજે અઢી કલાક સુધી મેનેજમેન્ટ ઉતાવળમાં બેઠકો કરીને મામલાને અંદરખાને જ શાંત કરવા અને દબાવવાનો પ્રયાસ કરતું રહ્યું હતું.

જોકે, જ્યારે વિદ્યાર્થીનીઓનો વિરોધ ઉગ્ર બન્યો અને મામલો હાથમાંથી બહાર જતો દેખાયો, ત્યારે છેક શુક્રવારે બપોરે પોલીસને આ અંગે સત્તાવાર જાણ કરવામાં આવી હતી. આ પહેલા મેસના જમવામાં જીવાત મળવા બાબતે પણ અહીં વિવાદ થઈ ચૂક્યો છે.

પોલીસે ધરપકડ કરી, ફોરેન્સિક તપાસ ચાલુ
મામલાની ગંભીરતાને જોતા પોલીસ સતર્કતાથી કાર્યવાહી કરી રહી છે. રાજગઢના DSP વિદ્યા ચંદ નેગીએ જણાવ્યું કે પોલીસે ઘટના સંદર્ભે તાત્કાલિક FIR નોંધી લીધી છે. આરોપી સફાઈ કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે. ઘટનાસ્થળે તૈનાત અન્ય મજૂરોના મોબાઈલ ફોન પણ કબજે લેવામાં આવ્યા છે.  

પોલીસ હવે આ મોબાઈલની ટેકનિકલ અને ફોરેન્સિક તપાસ કરી રહી છે જેથી એ જાણી શકાય કે વીડિયો ડિલીટ થયા પહેલા ક્યાંક અન્ય કોઈને ફોરવર્ડ તો કરવામાં નથી આવ્યા ને.           

Frequently Asked Questions

એટર્નલ યુનિવર્સિટીમાં શું શરમજનક ઘટના બની છે?

એક સફાઈ કર્મચારી પર ગર્લ્સ હોસ્ટેલના વોશરૂમમાં વિદ્યાર્થીનીઓનો વીડિયો રેકોર્ડ કરવાનો આરોપ છે. આ ઘટનાને કારણે હોસ્ટેલમાં ગભરાટનો માહોલ છે.

આરોપી સફાઈ કર્મચારી કોણ છે અને તેને કોણે પકડ્યો?

આરોપી ઝારખંડનો રહેવાસી છેદન સાહુ છે. વિદ્યાર્થીનીઓએ તેને ભાગતા પહેલા જ પકડી પાડ્યો હતો.

યુનિવર્સિટી મેનેજમેન્ટની શું ભૂમિકા હતી?

મેનેજમેન્ટ પર ઘટનાને દબાવવાનો પ્રયાસ કરવાનો આરોપ છે. તેઓએ ઘટના બાદ અઢી કલાક સુધી પોલીસને જાણ કરી ન હતી.

પોલીસે આ મામલે શું કાર્યવાહી કરી છે?

પોલીસે FIR નોંધી આરોપીની ધરપકડ કરી છે. અન્ય મજૂરોના મોબાઈલ પણ કબજે લેવાયા છે અને ફોરેન્સિક તપાસ ચાલી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
દેશમાં ફરી સક્રિય થયું ચોમાસું: આવતીકાલે ગુજરાત સહિત 17 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ
દેશમાં ફરી સક્રિય થયું ચોમાસું: આવતીકાલે ગુજરાત સહિત 17 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
Embed widget