શોધખોળ કરો

SpiceJet : મુસાફરે તો હદ કરી, વિમાનમાં જ એરહોસ્ટેસને રડાવી દીધી, કરી ગેરવર્તણુંક-Video

આરોપી મુસાફર અને તેના સહ-મુસાફરને વિમાનમાંથી ઉતારી દેવામાં આવ્યા હતાં અને બંનેને સુરક્ષા દળોને સોંપી દેવામાં આવ્યા હતા.

SpiceJet Flight Incident: વિમાનમાં કેબિન ક્રુ સાથે ગેરવર્તનની ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઈ રહી. એર ઈન્ડિયામાં પેશાબ કાંડના  પડઘા હજી સમ્યા નથી ત્યાં હવે સ્પાઈસ જેટની ફ્લાઈટમાં ક્રુ મેમ્બર સાથે બદસલુકી કરવાની ઘટના સામે આવતા ચકચાર મચી છે. જોકે આ વખતે સ્પાઈસ જેટે તુરંત જ આકરી કાર્યવાહી કરી હતી. 

સ્પાઈસ જેટની ફ્લાઈટમાં એક મુસાફરે કેબિન ક્રૂ સાથે ગેરવર્તન કર્યું હતું. ત્યાર બાદ આરોપી મુસાફર અને તેના સહ-મુસાફરને વિમાનમાંથી ઉતારી દેવામાં આવ્યા હતાં અને બંનેને સુરક્ષા દળોને સોંપી દેવામાં આવ્યા હતા. સ્પાઈસજેટ એરલાઈન્સે સોમવારે જણાવ્યું હતું કે, આ ઘટના 23 જાન્યુઆરીએ દિલ્હી-હૈદરાબાદ ફ્લાઈટમાં બની હતી. દિલ્હીમાં બોર્ડિંગ દરમિયાન એક મુસાફરે કેબિન ક્રૂને હેરાન કરીને બેફામ અને અયોગ્ય વર્તન કર્યું હતું.

સ્પાઈસજેટે આ ઘટનાને લઈને કહ્યું હતું કે, કેબિન ક્રૂએ પીઆઈસી અને સુરક્ષા કર્મચારીઓને ઘટના અંગે જાણ કરી હતી. આ મુસાફર અને એક સહ-મુસાફર જેઓ એકસાથે મુસાફરી કરી રહ્યા હતા. તેમને ઉતારીને સુરક્ષા ટીમને સોંપવામાં આવ્યા હતા. તાજેતરમાં ફ્લાઈટમાં આવી અનેક ઘટનાઓ સામે આવી છે. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં ગેરવર્તન કરનાર મુસાફરને ક્રુ મેંબર કહી રહી છે કે, એરહોસ્ટેસ રડી રહી છે... તે રડી રહી છે... વારંવાર આમ કહેવા છતાં મુસાફરે ગેરવર્તણુંક યથાવત રાખી હતી. આખરે અન્ય બે ક્રુ-મેમ્બર્સ વચ્ચે પડે છે અને મુસાફરને શાંત કરે છે. 

ગો ફર્સ્ટ ફ્લાઈટમાં ગેરવર્તણૂક થઈ હતી

અગાઉ 5 જાન્યુઆરીએ નવી દિલ્હીથી ગોવા જતી GoFirst ફ્લાઇટમાં બે વિદેશી મુસાફરોએ મહિલા ફ્લાઇટ એટેન્ડન્ટ સાથે કથિત રીતે ગેરવર્તણૂક કરી હતી. વિદેશી મુસાફરોએ કથિત રીતે એક એર હોસ્ટેસને તેમની સાથે બેસવાનું કહ્યું હતું અને બીજી એર હોસ્ટેસને અશ્લીલ વાતો કરી હતી. બંને મુસાફરોને એરપોર્ટ સુરક્ષા એજન્સી CISFને સોંપવામાં આવ્યા હતા અને આ મામલાની જાણ નિયમનકાર DGCAને કરવામાં આવી હતી.

ફ્લાઇટમાં સહ-મુસાફર પર પેશાબ

આ સિવાય એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક મહિલા સહ-મુસાફર પર પેશાબ કરવાની ઘટના પણ સામે આવી હતી. 26 નવેમ્બરના રોજ શંકર મિશ્રા નામના વ્યક્તિએ બિઝનેસ ક્લાસમાં નશાની હાલતમાં વૃદ્ધ મહિલા મુસાફર પર પેશાબ કર્યો હતો. કેસ નોંધાયા બાદ દિલ્હી પોલીસે આરોપીની બેંગલુરુથી ધરપકડ કરી હતી.

ટોપ સ્ટોરી

Cyclone Akvan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી
Cyclone Akvan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી
કુલગામની મસ્જિદમાં છુપાયેલો છે આતંકી, સુરક્ષાદળોએ વીડિયો કૉલ પર આપી ચેતવણી- 'સરેન્ડર કરી દો'
કુલગામની મસ્જિદમાં છુપાયેલો છે આતંકી, સુરક્ષાદળોએ વીડિયો કૉલ પર આપી ચેતવણી- 'સરેન્ડર કરી દો'
'દેશના 40 ટકા પ્રદૂષણ માટે હું જવાબદાર છું' -પ્રદૂષણ મામલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની કબૂલાત
'દેશના 40 ટકા પ્રદૂષણ માટે હું જવાબદાર છું' -પ્રદૂષણ મામલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની કબૂલાત
PM મોદીના ફિલિપાઇન્સ પ્રવાસની મોટી ઉપલબ્ધિઓ, Quadમાં શરૂ થશે નવી પહેલ
PM મોદીના ફિલિપાઇન્સ પ્રવાસની મોટી ઉપલબ્ધિઓ, Quadમાં શરૂ થશે નવી પહેલ

વિડિઓઝ

કચ્છ રણોત્સવમાં સફેદ રણ ખીલી ઉઠ્યુ, પ્રવાસી માટે કરાઇ આ વિશેષ વ્યવસ્થા
કોળી સમાજને રાજકીય ક્ષેત્રે પ્રાથમિકતા મળવી જોઈએ: ઋષિ ભારતી બાપુ
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ
તમારે માફી માંગવી હોય તો સમાજની માંગો, જેને 14 દીકરા ગુમાવ્યાં :લલિત કગથરા
સ્નેહમિલનમાં માત્ર દિનેશભાઇએ રંજ વ્યક્ત કર્યો હતો: અલ્પેશ કથીરિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyclone Akvan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી
Cyclone Akvan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી
વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત AAPમાં ભંગાણ, જામનગરના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા
વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત AAPમાં ભંગાણ, જામનગરના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા
Youtube Tips: બાળકોને YouTube આપતા પહેલાં ON કરી લો આ સેટિંગ, નહીં દેખાય વાંધાજનક વીડિયો!
Youtube Tips: બાળકોને YouTube આપતા પહેલાં ON કરી લો આ સેટિંગ, નહીં દેખાય વાંધાજનક વીડિયો!
 'તમે હિંદુ નથી, આદિવાસી છો' , શંકરસિંહ વાઘેલાના નિવેદનથી ખળભળાટ
 'તમે હિંદુ નથી, આદિવાસી છો' , શંકરસિંહ વાઘેલાના નિવેદનથી ખળભળાટ
Australia Lost ODI Series: ઓસ્ટ્રેલિયા માટે 2026 રહ્યું નિરાશાજનક! BAN-PAK-SA પછી ઈગ્લેન્ડ સામે ગુમાવી સીરિઝ
Australia Lost ODI Series: ઓસ્ટ્રેલિયા માટે 2026 રહ્યું નિરાશાજનક! BAN-PAK-SA પછી ઈગ્લેન્ડ સામે ગુમાવી સીરિઝ
IND vs NZ: પ્રથમ ટેસ્ટમાં શું હશે ન્યૂઝીલેન્ડની રણનીતિ, કેપ્ટન લાથમે કર્યો ખુલાસો
IND vs NZ: પ્રથમ ટેસ્ટમાં શું હશે ન્યૂઝીલેન્ડની રણનીતિ, કેપ્ટન લાથમે કર્યો ખુલાસો
Google Data Delete: ગૂગલ પાસે તમારો કયો ડેટા છે? જાણો તેને કેવી રીતે કરશો ડિલીટ!
Google Data Delete: ગૂગલ પાસે તમારો કયો ડેટા છે? જાણો તેને કેવી રીતે કરશો ડિલીટ!
રાજકોટથી એશિયન ગ્લોરી સુધી: મારવાડી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ભારતના અંડર-19 એશિયા કપના વિજયમાં ચમક્યા
રાજકોટથી એશિયન ગ્લોરી સુધી: મારવાડી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ભારતના અંડર-19 એશિયા કપના વિજયમાં ચમક્યા
Embed widget