શોધખોળ કરો
Advertisement
ગુજરાતના ફિક્સ પગારદારો માટે માઠા સમાચાર, સુપ્રીમ કોર્ટે શું આપ્યો ચુકાદો?
નોંધનીય છે કે પટણા હાઇકોર્ટે ફિક્સ પગારદાર શિક્ષકોને નિયમિત સરકારની શિક્ષકોની જેમ સમાન પગાર આપવાનો આદેશ આપ્યો હતો.
ગાંધીનગરઃબિહારમાં કામના આધાર પર કાયમી શિક્ષકોની જેમ સમાન પગારની માંગ કરી રહેલા લગભગ 3.5 લાખ ફિક્સ પગારદાર શિક્ષકોને સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો છે. કોર્ટે શુક્રવારે બિહાર સરકારની અપીલ મંજૂર કરતા પટણા હાઇકોર્ટના નિર્ણયને રદ કરી દીધો છે. નોંધનીય છે કે પટણા હાઇકોર્ટે ફિક્સ પગારદાર શિક્ષકોને નિયમિત સરકારની શિક્ષકોની જેમ સમાન પગાર આપવાનો આદેશ આપ્યો હતો. આ દેશને બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો અને આદેશને રોકવાની માંગ કરી હતી.
ગુજરાતના આશરે 5 લાખ ફિક્સ પગારદારો લાંબા સમયથી આ પ્રકારની માંગણી ઊઠાવી રહ્યા છે, જે મુદ્દો પણ અદાલતમાં પેન્ડિંગ છે. એ સંજોગોમાં બિહાર અંગેનો સર્વોચ્ચ અદાલતનો ચૂકાદો ગુજરાતના ફિક્સ પગારદારોને લાગુ પડશે કે કેમ એ વિશે વ્યાપક અટકળો વહેતી થઈ છે. જોકે, બિહાર અને ગુજરાત બંનેના કિસ્સા અલગ હોવાનું પ્રાથમિક તબક્કે લાગી રહ્યું છે કે બિહારને લઇને સુપ્રીમ કોર્ટનો ચુકાદો ગુજરાતના ફિક્સ પગારદારોને નડશે નહીં.
બિહારમાં આ કર્મચારીઓને જાહેર થયેલ મહેકમ (સરકારી નોકરીની જગ્યા) વગર ભરતી આપવામાં આવી હતી. ઉપરાંત, તેમને નિયત થયેલ ભરતી પ્રક્રિયા વગર નોકરી પર રાખવામાં આવ્યા હતા. એ માટેની આવશ્યક યોગ્યતાઓ તેમજ કાર્યવાહી પણ બાદમાં થયેલી હોવાથી નોકરીના પ્રથમ દિવસથી તેમને સમાન વેતન લાગુ કરી શકાય નહીં.સુપ્રીમ કોર્ટે આ મામલાને લઇને 11 અરજીઓ પર સુનાવણી કરી હતી ત્યારબાદ કોર્ટે 3 ઓક્ટોબર 2018ના રોજ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.Supreme Court sets aside the Patna High Court order that had ruled that nearly 3.5 lakh contract teachers in government schools in Bihar are entitled to a salary on a par with the regular permanent teachers, .
— ANI (@ANI) 10 May 2019
નોંધનીય છે કે બિહારમાં સમાન કાર્ય માટે સમાન પગારની માંગ કરીને ફિક્સ પગારદારો ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. આ અગાઉ પટણા હાઇકોર્ટે શિક્ષકોના તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને બિહાર સરકારને સમાન પગાર આપવાના નિર્દેશ આપ્યા હતા.
ગુજરાતમાં તમામ ફિક્સ પગારદારો જાહેર થયેલ મહેકમ મુજબની જગ્યાઓ પર જ પસંદગી પામ્યા છે. તેમની નિમણૂંકની પ્રક્રિયા પણ નિયત થયેલ ધોરણસરની છે તેમજ તમામ કર્મચારીઓ આવશ્યક લાયકાત સાથે નિયત થયેલ પરીક્ષાઓ પાસ કર્યા પછી પસંદગી પામ્યાં છે. બિહાર અંગેના સર્વોચ્ચ અદાલતના ચુકાદા પછી ગુજરાતના ફિક્સ પગારદારો માટે સમાન કામ-સમાન વેતનની માગમી સંતોષાવાની શક્યતા વધુ ઉજળી બની છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion