શોધખોળ કરો
સુરક્ષાને લઈને કોઈ બાંધછોડ નહી, જરૂર પડશે તો ફરીવાર કરાશે સર્જિકલ સ્ટ્રાઇકઃ સંરક્ષણમંત્રી પર્રિકર

લખનઉ: પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમા કરેલી સર્જિકલ સ્ટ્રાઈક બાદ ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉ પહોંચેલા રક્ષામંત્રી મનોહર પર્રિકરે ત્યાના લોકોને ભરોસો આપ્યો કે દેશની સરહદો એકદમ સુરક્ષીત છે.
મનોહર પર્રિકરે કડક શબ્દોમાં કહ્યું કે આ રાજનીતિક ઈચ્છાશક્તિના કારણે સંભવ બન્યું છે, આગળ જતા જરૂર પડશે તો સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી શકે છે. દેશની સુરક્ષાને લઈને કોઈ કરાર નહી કરવામાં આવે.
રક્ષામંત્રીએ રાષ્ટ્ર રક્ષા સંકલ્પ સંગઠનના એક કાર્યક્રમ હાજરી આપી હતી. રક્ષામંત્રીએ કહ્યું દેશ છેલ્લા 20 થી 30 વર્ષથી આતંકવાદનો સામનો કરી રહ્યો છે, પરંતુ રાજનીતિક ઈચ્છાશક્તિના અભાવે કોઈપણ પણ પ્રકારની કાર્યવાહી નહોતી કરવામાં આવતી.
રક્ષામંત્રીએ કહ્યું દેશને પ્રથમ વખત પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી જેવું રાજનીતિક ઈચ્છાશક્તિ વાળુ મજબૂત નેતૃત્વ મળ્યું છે, જેના કારણે આ બધુ સંભવ થયું છે. પાછળની સરકારની જેમ અમે લોકો ભૂલનું પુનરાવર્તન નહી કરીએ. સીમા પાર આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ટેકનોલોજી
દેશ
આઈપીએલ
Advertisement
