કાબુલમાંથી તાલિબાને કેટલાક લોકોનું કર્યું અપહરણ, ભારતીયો પણ સામેલઃ સૂત્ર
તાલિબાને દાવો કર્યો છે કે તેમણે કોઈ અપહરણ કર્યું નથી પણ ભારતીય નાગરિકોને બીજા ગેટથી એરપોર્ટની અંદર લઈ ગયા છે.
કેટલાક અફઘાન મીડિયા આઉટલેટ્સે અહેવાલ આપ્યો છે કે કાબુલમાંથી બહાર જવાની રાહ જોઈ રહેલા લોકોનું તાલિબાન દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે. આમાં ભારતીય નાગરિકો પણ જણાવવામાં આવી રહ્યા છે. આની હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. વધુ માહિતીની રાહ જોઈ રહ્યા છીએ. આ માહિતી ન્યૂઝ એજન્સી એએનઆઈએ આપી છે.
જોકે સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર 150 જેટલા ભારતીયોનું તાલિબાને અપહરણ કર્યું હોવાનું કહેવાય છે. જોકે તાલિબાને દાવો કર્યો છે કે તેમણે કોઈ અપહરણ કર્યું નથી પણ ભારતીય નાગરિકોને બીજા ગેટથી એરપોર્ટની અંદર લઈ ગયા છે.
कई अफगान मीडिया आउटलेट्स ने रिपोर्ट दी है कि काबुल से निकासी की प्रतीक्षा कर रहे लोगों का तालिबान द्वारा अपहरण किया गया है। इनमें भारतीय नागरिक भी बताए जा रहे हैं। इसकी अभी कोई आधिकारिक पुष्टि नहीं हुई है। अधिक जानकारी की प्रतीक्षा है।
— ANI_HindiNews (@AHindinews) August 21, 2021
કાબુલમાં જોવા મળ્યો મોસ્ટ વોન્ટેડ આતંકી ખલીલ હક્કાની, અમેરિકાએ 35 કરોડનું ઇનામ જાહેર કર્યું છે
કાબુલ: મોસ્ટ વોન્ટેડ આતંકવાદી ખલીલ હક્કાની કાબુલના રસ્તાઓ પર મુક્તપણે ફરતો જોવા મળ્યો હતો. ખલીલ હક્કાનીના માથા પર અમેરિકાએ 5 મિલિયન ડોલર એટલે કે લગભગ 37 કરોડ 15 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે. આજે સવારે હક્કાનીએ કાબુલની પુલ એ ખિસ્તી મસ્જિદમાં તાલિબાન પ્રત્યે વફાદારીના શપથ લીધા હતા. આ દરમિયાન લગભગ 100 લોકો મસ્જિદમાં હાજર હતા. શપથ બાદ આતંકવાદી ખલીલ હક્કાનીએ કહ્યું કે અફઘાનિસ્તાનની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે.
અમેરિકન અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, આતંકવાદી હક્કાનીએ કહ્યું કે સુરક્ષા વગર જીવન ચાલશે નહીં. ખલીલ હક્કાનીએ કહ્યું કે અમે સુરક્ષા આપીશું. આ દરમિયાન તેમણે કહ્યું કે અમે અફઘાનિસ્તાનના લોકોના વ્યવસાય અને શિક્ષણ માટે પણ કામ કરીશું. તેમણે કહ્યું કે મહિલાઓ અને પુરુષો વચ્ચે કોઈ ભેદભાવ રહેશે નહીં.
તમને જણાવી દઈએ કે જ્યારથી આતંકવાદી સંગઠન તાલિબાન અફઘાનિસ્તાન પર કબજો જમાવી રહ્યું છે, ત્યારથી આતંકવાદીઓ ત્યાંની શેરીઓમાં મુક્તપણે ફરતા જોવા મળી રહ્યા છે. કાબુલમાં આતંકવાદીઓ રસ્તા પર હથિયારો લહેરાવી રહ્યા છે અને લોકોને ડરાવી રહ્યા છે. તાલિબાની આતંકવાદીઓ ભૂતકાળમાં અમેરિકન સૈનિકોને મદદ કરનારાઓને શોધી રહ્યા છે અને તેને ઠેકાણે પાડી રહ્યા છે
મસ્જિદમાં ખલીલ હક્કાનીનું ભાષણ સમાપ્ત થતાં જ ત્યાં હાજર લોકોએ તાલિબાન અને હક્કાનીના સમર્થનમાં નારા લગાવ્યા હતા. જણાવીએ કે ખલીલ હક્કાની હક્કાની નેટવર્ક સાથે સંબંધિત છે. તમને જણાવી દઈએ કે અફઘાનિસ્તાનમાં તાલિબાનના વિસ્તરણમાં હક્કાની નેટવર્કનો મોટો ફાળો માનવામાં આવે છે.