શોધખોળ કરો
Advertisement
સંસદમાં ‘હિટલર’ બનીને આવ્યા TDP સાંસદ, જાણો કેમ કર્યું આવું
નવી દિલ્હીઃ સંસદમાં પોતાના અલગ-અલગ લુકને લઈ ચર્ચામાં રહેતા ટીડીપી સાંસદ એન.શિવપ્રસાદ ગુરુવારે જર્મન તાનાશાહ હીટલરનો વેશ ધારણ કરીને પહોંચ્યા હતા. સંસદમાં આંધ્રપ્રદેશ માટે વિશેષ રાજ્યનો દરજ્જો માંગવાને લઈ થઈ રહેલા પ્રદર્શન સાથે ટીડીપી સાંસદ તેમના અલગ અલગ વેશ ધારણ કરી આવે છે.
આ પહેલા શિવપ્રસાદ આંધ્રપ્રદેશની પાંરપરિક સાડીમાં મહિલાનો વેશ ધારણ કરીને આવી ચુક્યા છે. આ ઉપરાંત સ્કૂલ સ્ટુડન્ટ, નારદ મુનિ અને આવા અનેક રૂપ ધારણ કરવાના કારણે સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે.
એન શિવપ્રસાદ રાજકારણમાં આવતા પહેલા અભિનયની દુનિયામાં કામ કરતા હતા. તેઓ આંધ્રપ્રદેશના જાણીતા અભિનેતા છે. બ્લેકમની સામે વિરોધ દર્શાવવા તેઓ સંસદમાં અડધા સફેદ અને અડધા કાળા શર્ટમાં આવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement