શોધખોળ કરો
Advertisement
150 કરોડના ખર્ચે તૈયાર થયેલા તેજસ સ્ક્વોડ્રનનો એરફોર્સમાં સમાવેશ, જાણો ખાસ વાતો
નવી દિલ્લી: તેજસની કલ્પના કરાઈ હતી તેના ત્રણ દાયકા બાદ હવે આ લાઈટ કોમ્બાટ એરક્રાફ્ટના બે જેટને ઈંડિયન એરક્રાફ્ટમાં સ્ક્વોડ્રન તરીકે શામેલ કરવામાં આવ્યો છે.
આ પ્રોજેક્ટને 1983માં મંજૂરી મળી હતી. જેમાં બનનારા એરક્રાફ્ટ એરફોર્સના મિગ વિમાનોને બદલે ઉપયોગમાં લેવાના હતા. આ પ્રોજેક્ટનું પહેલુ એરક્રાફ્ટ જાન્યુઆરી 2015માં રક્ષામંત્રી મનોહર પારિકરે એરક્રાફ્ટને સોંપ્યુ હતું.
-આ લાઈટ કોમ્બાટ એરક્રાફ્ટ પ્રોજેક્ટનો વિચાર 1982માં આવ્યો હતો. પણ તેને મંજૂરી નવ વર્ષ પછી આપવામાં આવી હતી.
- આ એરક્રાફ્ટમાં 65% સ્વદેશી સામગ્રીથી બન્યું છે. આ વોર પ્લેનના પર યુનિટની કિંમત 150 કરોડથી વધુ છે.
- આ એરક્રાફ્ટનું એક મોડિફાઈડ મોડેલ પણ આવશે જે તેજસ એમકે-1એ પણ આવશે.
- નવા વેરિયંટ્સમાં એડિશનલ લોંગ-રેંજ વેપન્સ , સુપિરિયર રડાર અને એડવાન્સ ઈલેક્ટ્રોનિક વોરફેર સુટ અને મિડ-એર રિફ્યુએલિંગ કેપેબિલીટી હશે.
- તમિલાડુના સુલુરમાં બે ફાઈટર્સ સાથેની પહેલી સ્ક્વોડ્રન તૈયાર થઈ રહી છે. જેમાં આ વર્ષે બીજા 6થી 8 વોરપ્લેન શામેલ કરવામાં આવશે. ઈંડિયન એરફોર્સ આવનારા એક વર્ષમાં 120 તેજસ ક્રાફ્ટને સામેલ કરવાનો ધ્યેય રાખે છે.
- આ સિંગલ એંજિન પ્લેનને બેંગલુરૂના હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
ક્રિકેટ
Advertisement