શોધખોળ કરો
Advertisement
આ રાજ્યમાં પાર્ટીના 60 નેતા એક જ ઝાટકે ભાજપમાં જોડાતા રાજકારણમાં ખળભળાટ
જૂનમાં TDP છોડીને ભાજપમાં આવેલા લંકા દિનકરે કહ્યું કે, અમારા આંધ્રપ્રદેશ અને તેલંગાણા એકમ માટે આ સારો સંકેત છે.
હૈદ્રાબાદઃ તેલંગાણામાં તેલુગુ દેશમ પાર્ટી એટલે કે ટીડીપીને મોટો ઝાટકો લાગ્યો છે. રાજ્યાના 60 મોટા નેતાઓ પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ ગયા છે. આ મોટા નેતાઓની સાથે હજારો કાર્યકર્તાઓ પણ ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં ભાજપમાં જોડાઈ ગયા છે.
નડ્ડાએ કહ્યું કે, સંગઠનની ચૂંટણી પ્રક્રિયા સપ્ટેમ્બરથી શરૂ થશે. સાથો સાથ છેલ્લાં કેટલાંય સમયથી લોકોના મનમાં ઉદભવતા પ્રશ્નનો જવાબ પણ તેમણે આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે 31 ડિસેમ્બર પહેલા ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી કરી લેવાશે.
જૂનમાં TDP છોડીને ભાજપમાં આવેલા લંકા દિનકરે કહ્યું કે, અમારા આંધ્રપ્રદેશ અને તેલંગાણા એકમ માટે આ સારો સંકેત છે. આજે હજારો કાર્યકર્તા ભાજપમાં સામેલ થયા છે. જેમાં ઘણા રાષ્ટ્રીય સ્તરના મોટા માથાઓ પણ સામેલ છે. સરકારના ત્રણ તલાક વિરોધી કાયદો બનાવવા અને અનુચ્છેદ 370 હટાવવાના નિર્ણય બાદ હવે ઘણા નેતાઓ ભાજપમાં જોડાવા માંગે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion