શોધખોળ કરો
Advertisement
જમ્મુ કાશ્મીર: પોલીસ પર આતંકીઓએ કર્યું અંધાધૂધ ફાયરિંગ, બે જવાન શહીદ, જુઓ CCTV
એએનઆઈએ આ હુમલાના સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા છે. વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે કેવી રીતે આતંકવાદીએ અચાનક ફાયરિંગ શરૂ કરી દીધી અને પછી તે ભાગી ગયો
શ્રીનગર: જમ્મુ કાશ્મીરના બરજલા વિસ્તાવમાં આતંકવાદીઓએ પોલીસ પર અંધાધૂધ ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા. આ ફાયરિંગમાં બે પોલીસ જવાન શહીદ થઈ ગયા છે. હુમલાની જવાબદારી આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાની શાખા TRFએ લીધી છે. આ સાથે ટેલિગ્રામ પર એક પોસ્ટમાં ટીઆરએફએ ધમકી આપી છે કે આગળ થનારા હુમલા તેના કરતા પણ મોટા અને નવી રીતે થશે.
સમાચાર એજન્સી એએનઆઈએ આ હુમલાના સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા છે. વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે કેવી રીતે આતંકવાદીએ અચાનક ફાયરિંગ શરૂ કરી દીધી અને પછી તે ભાગી ગયો. પોલીસે કહ્યું કે, "આ હુમલામાં બે પોલીસ જવાન ઘાયલ થયા છે. ઘાયલ પોલીસ કર્મચારીઓને હોસ્પિટલમાં લઈ જવાયા છે. આ વિસ્તારને ચારે બાજુથી ઘેરી લઈને આંતકીઓની શોધખોળ શરુ કરી દીધી છે.
આ આતંકી હુમલો 24 સભ્યોના રાષ્ટ્ર પ્રતિનિધિમંડળ દ્વારા કેન્દ્ર શાસિત પ્રદેશની બે દિવસીય મુલાકાતના સમાપનના એક દિવસ બાદ થયો છે.
આ પહેલા શોપિયામાં સેનાએ ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા. આ આતંકીઓની પાસે મોટા પ્રમાણમાં દારુગોળો મળી આવ્યો હતો, જોકે ત્રણેય આતંકીઓની ઓળખ નથી થઇ શકી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
મનોરંજન
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion