શોધખોળ કરો
ગુજરાતના આ પાડોશી રાજ્યમાં તૂટી પડ્યો વરસાદ, હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું
હજુ પણ આ આ વિસ્તારમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

મુંબઈઃ મોડી રાતથી મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો છે. બઈના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદના કારણે મુંબઈના હિંદમાતા, સાયન, પરેલ, ચેમ્બુર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. બઈનો કિંગ સર્કલ વિસ્તાર નીચાણમાં આવતો હોવાથી 3થી 4 ફૂટ સુધીના પાણી ભરાયા છે. તો હિંદ માતા સર્કલ પાસે 2 ફૂટ સુધીના પાણી ભરાયા છે. હવામાન વિભાગે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી કરી છે. એવામાં આજે મુંબઈના લોકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. મુંબઈના લોઅર પરેલ, હિંદમાતા, કિંગ સર્કલ, સહિત નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગે વરાસને લઈને રેડ એલલ્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ અનુસાર મુંબઈમાં દર કલાકે 2-3 સેન્ટીમીટર વરસાદ થઈ શકે છે. મહારાષ્ટ્રમાં સોલાપુર જિલ્લાના પંઢરપુરમાં ભારે વરસાદને કારણે દીવાલ પડડવાની એક ઘટનામાં એક જ પરિવારના ચાર લોકો સહિત છ લોકોના મોત થયા છે.
વધુ વાંચો
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
ક્રિકેટ





















