Toolkit વિવાદ: Manipulated Media ગણાવતા સરકારે ટ્વિટર સામે ઉઠાવ્યો વાંધો, કહ્યું- તપાસ પ્રક્રિયામાં દખલ ન કરે
સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે, ટ્વિટર પોતાનો નિર્ણય સંભળાવી શકે નહીં જ્યારે આ મામલે તપાસ ચાલી રહી છે. ટ્વિટર તરફથી આ પ્રકારની સામગ્રી મોડરેશન “મધ્યસ્થ” તરીકે તેની સ્થિતિ પર પ્રશ્નાર્થ ચિન્હ મૂકે છે.
નવી દિલ્હી: કોરોના સામેના પ્રયત્નોને બદનામ કરવા માટે ટૂલકીટ પર ટ્વીટ માટે ‘Manipulated Media’ટેગનો ઉપયોગ કરવા બદલ ભારત સરકારે ટ્વિટર પર ભારે વાંધો ઉઠાવ્યો છે. સૂત્રોના અનુસાર, ટ્વિટરને આ ટેગ હટાવવા માટે કહેવામાં આવ્યું છે કારણ કે આ મામલો કાયદા અમલીકરણ એજન્સી પાસે પેન્ડીંગમાં છે, જે તપાસ સામગ્રીની સચોટતા નક્કી કરશે, ના કે ટ્વિટરે કરવાની છે. ટ્વિટરને તપાસ પ્રક્રિયામાં દખલ ન કરવા કહેવામાં આવ્યું છે.
સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે, ટ્વિટર પોતાનો નિર્ણય સંભળાવી શકે નહીં જ્યારે આ મામલે તપાસ ચાલી રહી છે. ટ્વિટર તરફથી આ પ્રકારની સામગ્રી મોડરેશન “મધ્યસ્થ” તરીકે તેની સ્થિતિ પર પ્રશ્નાર્થ ચિન્હ મૂકે છે.
ઉલ્લેખનીય છે કે, ભાજપ પ્રવક્તા સંબિત પાત્રા સહિત તમામ ભાજપ નેતાઓએ ‘કૉંગ્રેસની ટૂલિકટ’ને લઈને કરેલા ટ્વીટને “Manipulated Media” ફ્લેગ કરવામાં આવ્યું છે.
કેન્દ્ર સરકારે ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયના ભારતીય રાજકીય નેતાઓ દ્વારા કરવામાં આવેલા ટ્વીટ્સ પર “Manipulated Media” ટેગનો ઉપયોગ કરવા પર વાંધો ઉઠાવ્યો છે અને ટ્વિટરની વૈશ્વિક ટીમને એક પત્ર લખીને વાંધો ઉઠાવ્યો છે.
સૂત્રો અનુસાર મંત્રાલયે ટ્વિટરને મોકલેલા પત્રમાં કહ્યું છે કે, સંબંધિત પક્ષોમાંથી એક સ્થાનિક કાયદા એજન્સી સમક્ષ ટૂલકિટની સત્યતા પર સવાલ ઉઠાવતા ફરિયાદ કરી છે અને તેની તપાસ ચાલી રહી છે. જ્યારે સ્થાનિક કાનૂની એજન્સી 'ટૂલકીટ' ની સચોટતા નક્કી કરવા માટે તપાસ કરી રહી છે. ટ્વિટરે આ મુદ્દે એકતરફી તારણ કાઢ્યું છે અને મનમાની રીતે તેને Manipulated Media તરીકે ટેગ કર્યું છે. મંત્રાલયે ટ્વિટર દ્વારા આવી એકપક્ષીય કાર્યવાહીને ઉચિત તપાસ પ્રક્રિયાને પ્રભાવિત કરવાનો પ્રયાસ અને સ્પષ્ટ ઓવરરીચ ગણાવ્યો છે, જે સંપૂર્ણ રીતે અયોગ્ય છે.
Tarun Tejpal News: દુષ્કર્મ કેસમાં તહેલકાના પૂર્વ તંત્રી તરૂણ તેજપાલ નિર્દોષ, 2013માં થઈ હતી FIR