શોધખોળ કરો
Advertisement
TRP ગોટાળા બાદ BARCનો મોટો નિર્ણય, આગામી 12 અઠવાડિયા સુધી નહીં જાહેર કરે ચેનલ્સની રેટિંગ
BARC એ આગામી 12 અઠવાડિયા સુધી ટીઆરપી(TRP) પર પ્રતિબંધ લગાવી દીધો છે.
નવી દિલ્હી: મુંબઈ પોલીસના ખુલાસા બાદ ટેલીવિઝન રેટિંગને લઈ બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC) એ મોટો નિર્ણય લીધો છે. હવે આગામી 12 અઠવાડિયા સુધી ટીઆરપી(TRP) પર પ્રતિબંધ લગાવી દીધો છે. ટેલીવિઝન ન્યૂઝની નિયામક સંસ્થા NBA અને BARC એ આ નિર્ણયને આવકાર્યો છે.
મુંબઈ પોલીસ કમિશ્નરે પ્રેસ કોન્ફ્રેન્સ કરીને દાવો કર્યો હતો કે, ટીઆરપીમાં કૌભાંડ થઈ રહ્યું છે. કેટલીક ચેનલો સ્કેમ કરીને પ્રયાસો કરી રહી હતી કે ટીઆરપી પોતાની તરફ ખેંચી શકાઈ.પરંતુ હવે BARC નિર્ણય લીધો છે કે, ત્રણ મહીના સુધી ટીઆરપી જાહેર કરવામાં નહીં આવે.
બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC) ટેલીવિઝનની રેટિંગ દર્શાવતી એક એજન્સી છે. જે દુનિયાનો સૌથી મોટો ટેલીવિઝન મેજરમેન્ટ એજન્સી છે. BARC India વર્ષ 2010માં શરુ થઈ હતી. તેની હેડ ઓફિસ મુંબઈમાં જ છે.
મુંબઈ પોલીસના કથિત ટીઆરપી કૌભાંડમાં પાંચ જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલા લોકોમાં ન્યૂઝ ચેનલોના કર્મચારી પણ સામેલ છે.
શું હોય છે TRP
ટેલીવિઝન રેટિંગ પોઈન્ટ્સ (TRP)નો ઉપયોગ એક સમયે કેટલા દર્શકો કયા વિશેષ ટીવી શોને જોઈ રહ્યાં છે તે જાણવા માટે કરવામાં આવે છે. ટીઆરપી લોકોની પસંદ જણાવે છે અને કઈ વિશેષ ચેનલ કે તેના શોની લોકપ્રિયતા પણ કેટલી છે તે પણ જણાવે છે. જે શો કે ચેનલની ટીઆરપી સૌથી વધુ હોય છે, તેના પર જાહેરખબર આપનારા વધુ પૈસા લગાવે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement