શોધખોળ કરો
Advertisement
નોટબંધીની જેમ આયોજન વગર લાગુ કરવામાં આવ્યું લૉકડાઉન, જીડીપી પર પડશે અસર: કૉંગ્રેસ
કૉંગ્રેસે કહ્યું કે, લોકડાઉનના કારણે યુવાનોની રોજગારી પર પણ અસર જોવા મળી રહી છે. ભાજપ સરકારે લોકડાઉન દરમિયાન બેરોજગાર યુવાનો માટે વિશેષ રાહત યોજના રજૂ કરવી જોઈએ.
નવી દિલ્હી: લોકડાઉનને લઈ કૉંગ્રેસે એકવાર ફરી કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. કૉંગ્રેસે કહ્યું કે, નોટબંધીની જેમ લોકડાઉન પણ કોઈ આયોજન વગર લાગુ કરવામાં આવ્યું, જેના પરીણામે દેશને આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે.
કૉંગ્રેસે કહ્યું, “ સમજ્યા વિચાર્યા વગર અને કોઈ યોજના વગર કડક નિર્ણય લેવાથી તેનું નુકસાન માત્ર અર્થવ્યવસ્થાને જ નથી છે. નોટબંધીની જેમ પ્લાન વગર લાગુ કરવામાં આવેલા લોકડાઉનથી ભારતને આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે. એક અનુમાન અનુસાર 3 મે સુધી જીડીપીના 8.1 ટકા જેટલી અસર થશે. ”
આ ઉપરાંત કૉંગ્રેસે કહ્યું કે, લોકડાઉનના કારણે યુવાનોની રોજગારી પર પણ અસર જોવા મળી રહી છે. ભારતમાં બેરોજગારીનો દર અણધારી રીતે વધી રહ્યો છે. ભાજપ સરકારે લોકડાઉન દરમિયાન બેરોજગાર યુવાનો માટે વિશેષ રાહત યોજના રજૂ કરવી જોઈએ.
કૉંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ સરકારને સવાલ પૂછ્યો કે, સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ કયા તર્કના આધારે કાપવામાં આવી રહ્યું છે. તેમણે ટ્વિટ કર્યું કે, “સરકારી કર્મચારીઓનું ડીએ કયા તર્કના આધારે કાપવામાં આવી રહ્યાં છે ? જ્યારે આ સમયમાં તેમના પર કામનું દબાણ કોઈ ગુનો થઈ ગયો હોય. દિવસ રાત સેવા કરી રહેલા સ્વાસ્થ્ય કર્મીઓ અને પોલીસકર્મીઓનું ડીએ કાપવું શું ઉચિત છે ? વર્ગ ત્રણ અને ચારના કર્મચારીઓને તેનાથી મુશ્કેલી પડશે. પેન્શન પર નિર્ભર લોકોને આ ઝટકો શા માટે આપવામાં આવી રહ્યો છે. ”
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement