શોધખોળ કરો
હાથરસ ગેંગરેપ કેસ: CM યોગીનું નિવેદન- માતા-બહેનોના સન્માનને ક્ષતિ પહોંચાડનારાઓનો સંપૂર્ણ નાશ જરૂરી
યોગીએ ટ્વીટ કરીને કહ્યું કે, “તેઓને એવો દંડ મળશે જે ભવિષ્યમાં ઉદાહરણ પૂરુ પાડશે. તમારી ઉત્તર પ્રદેશ સરકાર તમામ માતા બહેનોની સુરક્ષા તથા વિકાસ માટે સંકલ્પબદ્ધ છે. તે અમારો સંકલ્પ છે વચન છે. ”
![હાથરસ ગેંગરેપ કેસ: CM યોગીનું નિવેદન- માતા-બહેનોના સન્માનને ક્ષતિ પહોંચાડનારાઓનો સંપૂર્ણ નાશ જરૂરી up cm yogi adityanath statment on hathras incident હાથરસ ગેંગરેપ કેસ: CM યોગીનું નિવેદન- માતા-બહેનોના સન્માનને ક્ષતિ પહોંચાડનારાઓનો સંપૂર્ણ નાશ જરૂરી](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/02221519/cm-yogi-.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
હાથરસ: હાથરસ કથિત ગેંગરેપની ઘટનાને લઈને દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને ઉત્તર પ્રદેશની યોગી સરકારની ભારે ટીકા થઈ રહી છે. તેની વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નિવેદન આપ્યું છે કે, ઉત્તર પ્રદેશમાં માતાઓ-બહેનોના સન્માન-સ્વાભિમાનને ક્ષતિ પહોંચાડનારાઓને સંપૂર્ણ નાશ સુનિશ્ચિત છે.
યોગીએ ટ્વીટ કરીને કહ્યું કે, “તેઓને એવો દંડ મળશે જે ભવિષ્યમાં ઉદાહરણ પૂરુ પાડશે. તમારી ઉત્તર પ્રદેશ સરકાર તમામ માતા બહેનોની સુરક્ષા તથા વિકાસ માટે સંકલ્પબદ્ધ છે. તે અમારો સંકલ્પ છે વચન છે. ”
ઉલ્લેખનીય છે કે, 14 સપ્ટેમ્બરે હાથરસ જિલ્લાનાં ચંદપા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગામની 19 વર્ષીય યુવતી સાથે કથિત રીતે ગેંગરેપ થયો હતો, આ યુવતીના કમરના હાડકા તોડી નાખવામાં આવ્યા અને જીભ કાપી લેવામાં આવી હતી, તેના બાદ અલીગઢના જવાહરલાલ નેહરુ મેડિકલ કૉલેજ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતા. તેના બાદ દિલ્હી સ્થિત સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં મંગળવારે તેનું મૃત્યું થયું હતું અને વહિવટી તંત્રએ જબરજસ્તી રાત્રે તેનું અંતિમ સંસ્કાર કરી દીધું હતું.
હાથરસના સમગ્ર વિસ્તારમાં ધારા 144 લાગુ કરી દેવામાં આવી છે. રાજકીય કાર્યકર્તાઓને દૂર રાખવામાં આવ્યા છે અને મીડિયા સાથે પણ પ્રશાસને દુરવ્યવહાર કર્યો છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)