UP Election: UPમાં એકલા હાથે ચૂંટણી લડશે કોગ્રેસ, પ્રિયંકા ગાંધીએ કહ્યુ- કોઇ પાર્ટી સાથે ગઠબંધન નહી કરીએ
ઉત્તર પ્રદેશમાં કોગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ સંમેલનમાં કહ્યું કે કોગ્રેસ પાર્ટી ઉત્તર પ્રદેશમાં એકલા હાથે ચૂંટણી લડશે. તેમણે કહ્યું કે, આપણે તમામ બેઠકો પર લડીશું, પોતાના બળ પર લડીશું.
UP Election: ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં કોગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ રવિવારે પદાધિકારી પ્રતિજ્ઞા સંમેલનમાં કહ્યું કે કોગ્રેસ પાર્ટી ઉત્તર પ્રદેશમાં એકલા હાથે ચૂંટણી લડશે. તેમણે કહ્યું કે, આપણે તમામ બેઠકો પર લડીશું, પોતાના બળ પર લડીશું. તેમણે કહ્યું કે આપણે અહી કોગ્રેસને મજબૂત કરવા આવ્યા છીએ કારણ કે કોગ્રેસ જ આ દેશ માટે ઉભી છે. આ દરમિયાન તેમણે ભાજપ અને વિપક્ષ પાર્ટીઓ એસપી અને બીએસપી પર પણ પ્રહાર કર્યો હતો.
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે નેહરૂ જીએ કહ્યું હતું કે ભારત માતાની જયના નારામાં ખેડૂતો, મજૂર, મહિલા, શ્રમિક, સૈનિક, એક-એક દેશવાસીઓની જય છે. ગાંધી, નેહરૂ, પટેલ, આંબેડકર જેવા તમામ સ્વતંત્રતા સેનાનીઓને આઝાદીનો અર્થ ખ્યાલ હતો. તેમને આઝાદીની કિંમતનો ખ્યાલ હતો. જેમણે આઝાદી માટે લોહી-પરસેવો વહાવ્યો નથી તેઓને આઝાદીનો અર્થ સમજવામાં આવતો નથી. એટલા માટે ભાજપના નેતાઓ આઝાદીનો આદર કરતા નથી.
मैं पूछना चाहती हूं कि BJP की सरकार SP-BSP पर आक्रमण क्यों नहीं करतें? हमारी आस्था, देशभक्ती और हमारी नेताओं पर तरह-तरह के आक्रमण करते हैं लेकिन SP-BSP पर आक्रमण नहीं करते हैं क्योंकि वे लड़ नहीं रहे हैं वो जानते हैं कि असली लड़ाई UP में सिर्फ कांग्रेस लड़ रही है: प्रियंका गांधी pic.twitter.com/iqTMA07gCu
— ANI_HindiNews (@AHindinews) November 14, 2021
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે કોગ્રેસ ફક્ત વિકાસ નથી લાવી, ભાઇચારો પણ વધાર્યો છે. એકવાર ફરી કરો યા મરોનો સમય આવી ગયો છે. સામાન્ય લોકોનું દર્દ છે કે અમને મોંઘવારીથી મારવામાં આવી રહ્યા છે. માણસોની ઓળખ નથી ફક્ત વોટબેન્કની ઓળખ છે. 70 વર્ષ લાગ્યા પેટ્રોલને 70 રૂપિયા સુધી આવતા પરંતુ સાત વર્ષોમાં પેટ્રોલ 100 પર પહોંચી ગયું છે.
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે કોગ્રેસ જ આ દેશની સચ્ચાઇ સામે લાવી શકે છે. કોગ્રેસ જ લડી રહી છે. સૌ પ્રથમ અમારુ લક્ષ્ય છે કે અમે અમારી પાર્ટીને મજબૂત કરીશું કારણ કે અમારે આ રાજ્યમાંથી મોંઘવારી હટાવી છે.