શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Coronavirus Updates: મુંબઇમાં વધુ મહિલાઓ કોરોનાથી સંક્રમિત, દેશમાં દર્દીઓની સંખ્યા વધીને 169એ પહોંચી
રિપોર્ટ પ્રમાણે, ભારતમાં કોરોનાના 169 દર્દીઓ છે અને 14 દર્દીઓ ઠીક થઇ ચૂક્યા છે. દેશભરતમાં કુલ 17 રાજ્યો કોરોનાની ઝપેટમાં આવ્યા છે
નવી દિલ્હીઃ દેશભરમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધી રહી છે. કાલે સાંજે કોરોના વાયરસથીના અત્યાર સુધી પાંચ નવા કેસો સામે આવ્યા છે. આ બાદ કુલ સંક્રમિત લોકોની સંખ્યા 169 પહોંચી ચૂકી છે.
ભારતમાં કુલ 169 સંક્રમિત કેસો છે, સંક્રમિત લોકોમાં દેશના 126 દેશના અને 25 લોકો વિદેશના સામેલ છે. વળી, 14 લોકો ઠીક થઇને પોતાના ઘરે પહોંચ્યા છે અને ત્રણ લોકોના મોત થઇ ચૂક્યા છે. દેશમાં હજુ પણ કોરોના બીજા સ્ટેજ પર જ છે. જો કોરોના વાયરસ ત્રીજા સ્ટેજ પર પહોંચશે તો આને રોકવો મુશ્કેલ બની જશે, દેશભરમાં સ્થિતિ એકદમ ગંભીર બની જશે.
મુંબઇમાં આજે વધુ બે મહિલાઓ કોરોના વાયરસથી સંક્રમિત થઇ છે. મહારાષ્ટ્રમાં હવે વાયરસથી કુલ 47 લોકો સંક્રમિત થયા છે, આમાં ત્રણ વિદેશી પણ સામેલ છે. ખાસ વાત છે કે દેશમાં મહારાષ્ટ્ર જ કોરોનાથી સૌથી વધુ ખતરામાં છે.
કયા રાજ્યમાં કેટલા દર્દીઓ ?
રિપોર્ટ પ્રમાણે, ભારતમાં કોરોનાના 152 દર્દીઓ છે અને 14 દર્દીઓ ઠીક થઇ ચૂક્યા છે. દેશભરતમાં કુલ 17 રાજ્યો કોરોનાની ઝપેટમાં આવ્યા છે.
- મહારાષ્ટ્રમાં સૌથી વધુ 47 કેસ નોંધાયા છે, ત્રણ વિદેશી નાગરિક છે
- કેરાલામાં 25 કેસ, બે વિદેશી નાગરિક
- યુપીમાં 16 કેસ, એક વિદેશી નાગરિક
- હરિયાણામાં 17 કેસ, 14 વિદેશી નાગરિક
- કર્ણાટકામાં 11 કેસ
- દિલ્હીમાં 8 કેસ, એક વિદેશી નાગરિક
- લદ્દાખમાં 8 કેસ
- તેલંગાણામાં 6 કેસ, બે વિદેશી નાગરિક
- રાજસ્થાનમાં 4 કેસ, બે વિદેશી નાગરિક
- જમ્મુ-કાશ્મીરમાં 3 કેસ
- ઓડિશા, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, ઉત્તરાખંડ, આંધ્રપ્રદેશ, બંગાળ, પંજાબમાં 1-1 કેસ
કોરોના વાયરસના વધી રહેલા પ્રકોપને જોતા સરકારે યોગ્ય પગલા ઉઠાવ્યા છે. સ્કૂલ, કોલેજ, યૂનિવર્સિટી, મોલ અને પાર્ક બંધ કરી દેવામાં આવ્યા છે. વધી પડતા ધાર્મિક સ્થળો પર પણ વધારે ભીડ ન થાય તે માટે પગલા ઉઠાવવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion