શોધખોળ કરો
Viral Video: કોરોનાને હરાવીને પરત ફરેલ મહિલાનું બહેને કર્યું શાનદાર સ્વાગત, રસ્તા પર કર્યો ધમાકેદાર ડાન્સ
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ આ વીડિયોને આઈપીએસ દીપાંશૂ કાબરાએ પણ ટ્વીટ કરીને શેર કર્યો છે.

નવી દિલ્હીઃ દેશભરમાં ઝડપથી ફેલાઈ રહેલ કોરોના વાયરસને કારણે સતત સંક્રમિતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોનાતી સંક્રમિત લોકોની સંખ્યા 11 લાખ કરોડને પાર થઈ ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં 7 લાખ લોકો સારવાર લઈને સાજા થઈ ગયા છે. હાલમાં જ એક મહિલા કોરોનાને હરાવીને પોતાના ઘરે પરત ફરી છે. તેના સ્વાગતમાં તેની નાની બહેને ઘરની બહાર સાનદાર અંદાજમાં તેનું સ્વાગત કર્યું છે. તેની સાથે જોડાયેલ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ગીત ગાઈને કર્યો શાનદાર ડાન્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ આ વીડિયોને આઈપીએસ દીપાંશૂ કાબરાએ પણ ટ્વીટ કરીને શેર કર્યો છે. આ વીડિયોમાં પહેલા એક મહિલા આવતી જોવા મળી રહી છે. આ મહિલા કોરોની સફળ સારવાર બાદ પોતાના ઘરે પરત ફરી રહી છે. તેનું સ્વાગત કરવા માટે તેની બહેને DJ પર ગીત ગાઈને તેનું શાનદાર સ્વાગત કર્યું. વાયરલ થયો વીડિયો વીડિયોમાં બન્ને બહેનોની સાથે તેની માતા પણ ડાન્સ કરતા જોવા મળી રહી છે. કોરોના વાયરસની સફળ સારવાર બાદ પરત ફરેલ મહિલાના પરિજનો તેનાથી ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. વીડિયો શેર કરવાની સાથે જ આઈપીએસ દીપાંશૂ કાબરાએ લખ્યું, ‘બન્ને બહેનોનો ડાન્સ જોઈને ઘણું સારું લાગ્યું. કોરોનાને હરાવીને ઘરે પરત ફરેલ મોટી બહેનનું જોરદાર સ્વાગત.’
વધુ વાંચો





















