શોધખોળ કરો
ઉરીની ઘટનાથી દુ:ખી છું, જે થાય છે તકલીફ પહોંચાડે છે: વિરાટ કોહલી
કાનપુર: ઉરી હુમલા બાદ દેશમાં આક્રોશ છે. દરેક જગ્યાએથી પાકિસ્તાન પાસેથી બદલો લેવા અવાજી ઉઠાવવામાં આવી છે. આ દરમિયાન ઉરી હુમલા વિષે 500મી ટેસ્ટ મેચમાં શાનદાર જીત અપાવનાર કેપ્ટન વિરાટ કોહલીએ પણ નિવેદન આપ્યું છે.
મેચ જીત્યા બાદની પ્રેસ કોંફરંસમાં વિરાટ કોહલીએ કહ્યું કે એવી ઘટનાઓ એક ભારતીય હોવાથી તેમને દુખ પહોંચાડે છે. ખાસ વાત એ છે કે આ મેચમાં ભારતને જીત સાથે ન્યૂઝીલેંડને હરાવ્યું છે પણ પાકિસ્તાનને ટેસ્ટ ક્રિકેટમાં બીજા નંબરે ધકેલી દીધુ છે.
ઉરી મામલે વિરાટે કહ્યું કે હાલ જે થયું તેનાથી તકલીફ પહોંચી છે. આપણે સમજી શકીએ છીએ કે એ જે પરિવારોએ પોતાના સભ્યોને ગુમાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે કશ્મીરના ઉરીમાં હાલમાં થયેલા આતંકી હુમલામાં 18 જવાનો શહીદ થયા હતા. આ હુમલો પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે કર્યો હતો.
કાનપુરના ગ્રીનપાર્ક મેદાનમાં રમાયેલી ટેસ્ટમાં ભારતે ન્યૂઝીલંડને 197 રનથી હરાવ્યું છે. આ જીતથી 3 ટેસ્ટ મેચની સીરિઝમાં ભારત-ન્યૂઝીલેંડથી 1-0થી આગળ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
મનોરંજન
Advertisement