(Source: ECI/ABP News/ABP Majha)
આ Z+++ છેઃ હાથીઓથી સારી સુરક્ષા કોઇ આપી શકે નહીં, Viral Videoએ લોકોનું જીત્યું દિલ
હાથીઓનું ટોળુ એક હાથીના બચ્ચાને કેવી રીતે સુરક્ષા પુરી પાડે છે તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે
હાથીઓનું ટોળુ એક હાથીના બચ્ચાને કેવી રીતે સુરક્ષા પુરી પાડે છે તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. લોકોને આ વીડિયો ખૂબ પસંદ આવી રહ્યો છે. આ વીડિયો ભારતીય વન સેવા (IFS) અધિકારી સુસાંતા નંદાએ 22 જૂને ટ્વિટર પર શેર કર્યો હતો અને લખ્યું હતું કે, 'પૃથ્વી પર હાથીઓના ટોળા સિવાય આટલું મોટું રક્ષણ કોઈ આપી શકે નહીં, આ Z+++ છે.' આ વીડિયો તમિલનાડુના કોઈમ્બતુરનો માનવામાં આવી રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 3 લાખ 51 હજારથી વધુ વ્યૂઝ અને 7.7 હજાર લાઈક્સ મળી ચૂક્યા છે.
Viral Video shows a baby elephant being escorted in 'Z+++ 'Security
— ANI Digital (@ani_digital) June 23, 2022
Read @ANI Story | https://t.co/D5FhUjzFJi#ViralVideo #Babyelephant #ZSecurity pic.twitter.com/mrJDONADRS
શું છે આ 38 સેકન્ડના વીડિયોમાં?
આ વીડિયોમા લોકોને તમિલમાં વાત કરતા સાંભળી શકાય છે. વાયરલ ક્લિપમાં જોઈ શકાય છે કે હાથીઓનું ટોળું રસ્તા પર ચાલી રહ્યું છે. જ્યારે ટોળાની વચ્ચે હાથીનું બચ્ચુ ચાલતુ જોઇ શકાય છે. તે ટોળાની વચ્ચે સંપૂર્ણપણે સુરક્ષિત છે.
No body on earth can provide better security than an elephant herd to the cute new born baby. It’s Z+++.
— Susanta Nanda IFS (@susantananda3) June 22, 2022
Said to be from Sathyamangalam Coimbatore road. pic.twitter.com/iLuhIsHNXp
જ્હાન્વીની બૉલ્ડનેસે ઉડાવ્યા હોશ, જમીન પર સૂતા સુતા આપ્યા સેક્સી પૉઝ, તસવીરો વાયરલ