Water Crisis In Nashik: નાસિકમાં જળસંકટ, ત્રણ કિલોમીટર દૂરથી પાણી લાવવા મજબૂર લોકો
મહારાષ્ટ્રના નાસિકનો એક સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. નાસિકમાં લોકો પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યો છે. પાણી લેવા માટે લોકોએ ત્રણ કિલોમીટર દૂર જવું પડે છે
નાસિકઃ મહારાષ્ટ્રના નાસિકનો એક સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. નાસિકમાં લોકો પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યો છે. પાણી લેવા માટે લોકોએ ત્રણ કિલોમીટર દૂર જવું પડે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે લોકો ત્યાં પાણીનું એક એક ટિપુ મેળવવા માટે કેટલો સંઘર્ષ કરવો પડી રહ્યો છે. આ વીડિયો ઇગતપુરીના ચિચલેખૈર ગામનો છે. અહીં લોકોને પાણી લેવા માટે ઉંડા કૂવામાં ઉતરવું પડે છે. ત્યાંથી પણ લોકોને શુદ્ધ પાણી મળતું નથી.
#WATCH| Amid an acute water crisis at a village in Maharashtra's Nashik, a man is forced to fetch muddy water by going down into a deep well, where the water level has plummeted to below the base of the well. Women travel arduous 3 km-long treks to fetch water for the family. pic.twitter.com/ABXetKENfZ
— ANI (@ANI) June 4, 2022
લોકો કહે છે કે ગામમાં એક મહિનાથી પાણી નથી. લોકોને પાણી માટે 3 થી 4 કિલોમીટર સુધી દૂર જવું પડે છે. ગામના લોકોએ સરકાર પાસે માંગ કરી છે કે તેઓને પાણીની સુવિધા આપવામાં આવે.
ચિચલેખૈર ગામના આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે લોકો પાણી લેવા માટે કૂવા પાસે ઉભા છે. એક વ્યક્તિ કૂવાની અંદર જઈ રહ્યો છે અને દરેકની ડોલ પાણીથી ભરી રહ્યો છે. પછી લોકો ડોલને ઉપર ખેંચી રહ્યા છે અને બાદમાં કપડાથી પાણીને ફિલ્ટર કરી રહ્યા છે.
અગાઉ રોહિલે ગામનો પણ આ પ્રકારની તસવીરો બહાર આવી હતી જ્યાં પાણીના અભાવે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગામના લોકોએ જણાવ્યું કે, તેમના ગામમાં પાણીની અછત છે જેના કારણે મુશ્કેલી પડી રહી છે. એક યુવતીએ કહ્યું, “ક્યારેક મારે ભણવાનું છોડીને પાણી લેવા જવું પડે છે.
લોકોએ કહ્યું, "નાસિક શહેરની નજીક હોવા છતાં અમારા ગામમાં છેલ્લા 50 વર્ષમાં પાણીની વ્યવસ્થા કરવામાં આવી નથી. મહિલાઓને દરરોજ પાણી લેવા માટે દૂર દૂર સુધી જવું પડે છે.
નરેશ પટેલે હાર્દિક પટેલના ‘અસામાજિક તત્વો’ વાળા નિવેદનને વખોડ્યું, જાણો શું કહ્યું